નવી દિલ્હીઃ સની લિયોની ધીમે-ધીમે બોલીવુડમાં પગ જમાવી રહી છે. પરંતુ અભિનેત્રી ફિલ્મોથી વધુ પોતાની પર્નસલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર સની ખુબ એક્ટિવ રહે છે. સની લિયોનીના ફોટો અને વીડિયો છવાયેલા રહે છે. તેની ફેન ફોલોઇંગ દેશ નહીં પણ વિશ્વભરમાં છે. અભિનેત્રી હંમેશા પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેણે એક એવો ફની વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે હાસ્ય રોકી શકશો નહીં. સની પાનીપુરીની મજા લેતી જોવા મળી રહી છે અને ખુબ ખુશ નજર આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેથી તે પાણીપુરી ખાતી જોવા મળી રહી છે. સની એક બાદ એક પાણીપુરી ખાય રહી છે અને ક્યૂટ અંદાજમાં કહી રહી છે કે તેણે માત્ર 3 પાણીપુરી ખાધી છે. તેના પર તેની આસપાસ લોકો હસી રહ્યાં છે. એટલું જ નહીં હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સનીએ પોતાના એક પરિચિતને મોઢામાં પાણીપુરી આપવા ઈચ્છી પરંતુ અંતિમ સમયમાં તેણે ખાઈ લીધી. તેના આ ક્યૂટ હરકત પર બધા હસી રહ્યાં છે. સનીએ આ વીડિયોની સાથે એક કેપ્શનમાં લખ્યું- મેં માત્ર ત્રણ પાણીપુરી ખાધી. પરંતુ અન્ય લોકો કહી રહ્યાં છે કે ઘણી પુરી ખાધી છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Sunny Leone (@sunnyleone)


બિગ બોસમાં મારી હતી સની લિયોનીએ એન્ટ્રી
સની લિયોનીએ ક્યૂટનેસના બધાદિવાના થઈ ગયા છે. તે પોતાની હિન્દી પર પણ કામ કરી રહી છે અને તેનો ફર્ક પણ જોવા મળી રહ્યો છે. તે હવે સરળતાથી હિન્દીમાં કોમ્યુનિકેટ કરી રહી છે. થોડા સમય પહેલા સલમાન ખાનના જાણીતા શો બિગ બોશ 14માં પણ નજર આવી હતી. આ દરમિયાન તેણે પોતાની હિન્દીથી બધાને પ્રભાવિત કર્યાં હતા. સલમાન ખાન પણ ખુશ જોવા મળ્યો હતો. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube