રેખાના 2 હાઉસકીપરને પણ કોરોના, છતાં એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી...
સમગ્ર દેશ હાલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવી રહ્યો છે. આ મહામારીએ મનોરંજન અને સિનેમા જગતને પોતાનું ઘર બનાવી લીધું છે. બોલિવુડની દિગ્ગજ અદાકારા રેખાના સિક્યોરિટી ગાર્ડ બાદ હવે તેના 2 હાઉસકીપર પણ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ ખબર રેખાના ફેન્સ માટે આંચકાજનક છે. આ લોકો કોરોના સંક્રમિત મળ્યા બાદ રેખાની બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. તો રેખા હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દેશ હાલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવી રહ્યો છે. આ મહામારીએ મનોરંજન અને સિનેમા જગતને પોતાનું ઘર બનાવી લીધું છે. બોલિવુડની દિગ્ગજ અદાકારા રેખાના સિક્યોરિટી ગાર્ડ બાદ હવે તેના 2 હાઉસકીપર પણ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ ખબર રેખાના ફેન્સ માટે આંચકાજનક છે. આ લોકો કોરોના સંક્રમિત મળ્યા બાદ રેખાની બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. તો રેખા હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
જોડિયા બહેનોની જેમ રહેતી રાની અને પ્રીટિની મિત્રતામાં આ કારણે આવી હતી દુશ્મનાવટ
પરંતુ આ વચ્ચે એક એવા સમાચાર આવી રહ્યાં છે કે, રેખાએ બીએમસીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે. તેઓએ કહ્યું કે, હું ખુદથી આ ટેસ્ટ કરાવીશ અને રિપોર્ટ સોંપીશ. એટલું જ નહિ, રિપોર્ટસ મુજબ એમ પણ માલૂમ પડ્યું છે કે, રેખાએ બીએમસીની ટીમને પોતાના ઘરમાં સેનેટાઈઝર છાંટવાની પણ ના પાડી દીધી. તેના બાદ ટીમે તેમના ઘરની બહાર સેનેટાઈઝર છાંટ્યું હતું.
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો
પરંતુ બાદમાં બીએમસીની ટીમે રેખાના ઘરની બહાર કન્ટેનમેન્ટ એરિયાનું બોર્ડ લગાવી દીધું છે અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, રેખા તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. બોલિવુડમાં તેજીથી કોરોના ફેલાઈ રહ્યો છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેના પરિવાર સહિત અનેક હસ્તીઓ આ બીમારીની ઝપેટમાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર