મુંબઈ : ફિલ્મ અને ટીવીની દુનિયામાં ઘણા ઓછા એવા સ્ટાર્સ છે જે મેકઅપ વિના દેખાય છે, મેક-અપ વિનાના ફોટોઝ શેર કરવા તો દૂરની વાત છે. જો કે અમુક સ્ટાર્સ એવા પણ છે જે મેકઅપ વિના લોકો સામે આવે છે. થોડા દિવસ પહેલા સોનમ કપૂરે પણ પોતાની આવી જ તસવીર શેર કરી હતી. હવે વધુ એક હીરોઈનની મેક-અપ ફ્રી તસવીર જોવા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સિંઘમની એક્ટ્રેસ કાજલ અગ્રવાલે મેકઅપ વગરની તસવીર પોસ્ટ કરી છે. બોલિવુડ ઉપરાંત સાઉથની ઈન્ડસ્ટ્રીમાં કાજલ લોકપ્રિય હિરોઇન ગણાય છે. મોટું નામ કમાઈ ચૂકી છે. કાજલે મેક-અપ વિનાનો ફોટો શેર કરી લખ્યું, “લોકો પોતાની જાતને વધારે શોધી નથી શકતા. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં લોકો બહારની સુંદરતા મેળવવા પાગલ છે. સોશિયલ મીડિયા પર લોકો આવી સુંદરતાને વધારે મહત્વ આપે છે. કોસ્મેટિક્સ અને સૌંદર્ય ઉત્પાદનો પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, સાથે વાયદો કરાય છે કે આનાથી પરફેક્ટ બોડી મળશે.”


થોડા સમય પહેલાં સાંઈ પલ્લવીના આવા જ વિચારો ચર્ચાનો મુદ્દો બન્યા હતા. ઇએ થોડા દિવસો પહેલા બે કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમ એડ ફગાવી દીધી હતી. ત્યાર બાદ સાઇ અચાનક મીડિયામાં છવાઇ ગઇ હતી. સાઇએ હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. શા માટે તેમણે ફેરનેસ ક્રીમ એડ કરવા માટે ઘસીને ના પાડી દીધી હતી. સાંઇએ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, ફેરનેસ ક્રિમની જાહેરાત કરી શકે નહી કારણ કે તે ભારતીય છે અને તેનો રંગ યોગ્ય જ છે. સાઇનું કહેવું છે કે આ પ્રકારની જાહેરાત લોકોને ખાસ કરીને મહિલાઓને ગેરમાર્ગે દોરે છે અને ખોટો મેસેજ પહોંચાડે છે. એટલા માટે તે આવા કોઇ પણ કેમ્પેઇનનો હિસ્સો બનવા માંગતી નહોતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...