Sushmita Sen Holi Photo: મિસ યુનીવર્સ રહી ચૂકેલી સુસ્મિતા સેનને થોડા દિવસ પહેલા જ હાર્ટ અટેક આવ્યો હતો. હાર્ટ એટેક અંગેનો ખુલાસો અભિનેત્રીએ instagram પર એક પોસ્ટ શેર કરીને કર્યો હતો. સુસ્મિતા સેન બોલીવુડની ફિટ રહેનાર અભિનેત્રીઓ માંથી એક છે અને તેને હાર્ટ એટેક આવ્યો તે તેના ફેન્સ માટે ચિંતાજનક વાત હતી. તેવામાં હોળી પર અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કરી છે. આ ફોટોમાં તે યોગા કરતી જોવા મળે છે. આ ફોટોમાં અભિનેત્રીએ જે કેપ્શન લખ્યું છે તેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


લગ્ન પછીની પહેલી હોળી પર Ranbir અને Raha સાથે નહીં આ એક્ટર સાથે હતી Alia Bhatt


ખરાબ હતું તે વર્ષ, પહેલા બ્રેકઅપ અને પછી ફ્લોપ ફિલ્મો, સારાએ બ્રેકઅપ વિશે કરી આ વાત


એક એપિસોડના 80 હજાર મળતા હતા છતાં દિશા પરમારે છોડ્યો શો... જાણો શું છે કારણ


સુસ્મિતા સેને instagram પર જે ફોટો શેર કર્યો છે તેમાં તે ટાઈટ કપડામાં યોગા કરતી જોવા મળે છે. સુસ્મિતા સેનનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટો શેર કરી કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મને કાર્ડિયોલોજિસ્ટે છૂટ આપી દીધી છે, તેથી સ્ટ્રેચિંગ શરૂ કર્યું છે. હેપી હોલી... 


 




આ પોસ્ટ પહેલા સુસ્મિતા સે ને એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જે વાત જણાવી હતી તે બોલીવુડ માટે પણ આઘાતજનક વાત હતી. સુસ્મિતા એ પોતાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે તેને થોડા દિવસ પહેલા જ હાર્ટ અટેક આવ્યો હતો અને તેની એન્જીઓપ્લાસ્ટિ કરીને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યો છે.