એક એપિસોડના 80 હજાર મળતા હતા છતાં દિશા પરમારે છોડ્યો શો... જાણો શું છે કારણ

Bade Achhe Lagte Hain 2: પોપ્યુલર શોને અચાનક જ દિશા પરમાર અને નકુલ મહેતાએ છોડી દીધો. શોમાં અચાનક ટ્વિસ્ટ આવ્યો અને બંનેનું મોત થઈ ગયું. દિશા પરમારે આ શો છોડવાનો નિર્ણય કરતા દર્શકો પણ આશ્ચર્યમાં પડી ગયા. 

એક એપિસોડના 80 હજાર મળતા હતા છતાં દિશા પરમારે છોડ્યો શો... જાણો શું છે કારણ

Bade Achhe Lagte Hain 2: ટીવી પર બડે અચ્છે લગતે હૈ શો ખૂબ જ પોપ્યુલર થયો હતો. ખાસ કરીને આ શોમાં રામ અને પ્રિયાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી. આ શોમાં પ્રિયા તરીકે દિશા પરમાર અને રામ તરીકે નકુલ મહેતા અને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ જોડી પહેલા પણ ટીવી પર પોતાનો જાદુ ચલાવી ચૂકી છે. તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ પડે છે. આ કેમેસ્ટ્રી ફરી એકવાર બડે અચ્છે લગતે હૈ શોમાં પણ જોવા મળી. આ શો ખૂબ જ ઓછા સમયમાં પોપ્યુલર થયો. પરંતુ પોપ્યુલર શોને અચાનક જ દિશા પરમાર અને નકુલ મહેતાએ છોડી દીધો. શોમાં અચાનક ટ્વિસ્ટ આવ્યો અને બંનેનું મોત થઈ ગયું. દિશા પરમારે આ શો છોડવાનો નિર્ણય કરતા દર્શકો પણ આશ્ચર્યમાં પડી ગયા. 

આ પણ વાંચો:

એક રિપોર્ટ અનુસાર દિશા પરમાર સૌથી વધુ ફી ચાર્જ કરતી અભિનેત્રી છે. ટીવી પર બડે અચ્છે લગતે હૈ શોના એક એપિસોડ માટે તે ₹80,000 ની ફી લેતી હતી. શોમાં કામ કરવા માટે લાખો રૂપિયાની ફીઝ મળતી હોવા છતાં તેને આ શો છોડી દીધું તેનું સાચું કારણ સામે આવ્યું છે. દિશા પરમારના ચાહકો પણ જાણવા ઈચ્છે છે કે તેને આ શો શા માટે છોડી દીધો. એક મુલાકાત દરમિયાન ખુદ દિશા પરમારે આ અંગે વાતચીત કરી હતી, તેણે જણાવ્યું હતું કે ઘણી વખત એવું કામ પણ કરવું પડે છે જે તમને પસંદ ન હોય. બડે અચ્છે લગતે હે મા કામ કરવું તેના માટે શાનદાર અનુભવ હતો. આ સમય દરમિયાન તેણે ખૂબ જ આનંદથી આ કામ કર્યું. પ્રિયા તરીકે તેને ખૂબ જ મજા આવી. 

પરંતુ શોમાં હવે 20 વર્ષનો લિપ લેવામાં આવ્યો. જેમાં કામ કરવા માટે તે સહજ ન હતી. તેથી તેણે નક્કી કર્યું કે તેને આ શોને અલવિદા કહેવું પડશે. તેણે યોગ્ય સમયે નિર્ણય લીધો અને હવે તે ટૂંક સમયમાં જ પોતાના બીજા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. દિશા પરમાર એ જણાવ્યું કે શોમાં દોઢ વર્ષ તેણે કામ કર્યું પરંતુ હવે આગળ વધવાનો સમય છે અને તે નવી શરૂઆત સાથે આગળ વધી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news