મુંબઇ: કોરોના પોઝિટિવ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પોતાની પુત્રી આરાધ્ય બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી લોકો હોમ કોરોન્ટાઇન હતા. આ પ્રમાણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેગુલર ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવે રહ્યા છે. આ હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેક બચ્ચન પહેલાંથી જ એડમિટ છે. કોરોનાના સામાન્ય લક્ષણના લીધે તેમને એડમિટ કરાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે આખો દેશ ત્યારે ચિંતામાં મુકાઇ ગયો હતો જ્યારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને કોરોના પોઝિટિવ જોવા મળ્યાહ અતા. તેમની સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્ય બછન્નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ આખા પરિવાર માટે લોકોએ દુવાઓ માંગવાનું શરૂ કરી દીધું. પરંતુ અમિતાભ બચ્ચને પણ પોતાના ફેન્સનો પ્રેમ જોઇને સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાઇ રહેવાનો નિર્ણૅય કર્યો. તે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને લોકોને પોતાની હિંમતનું ઉદાહરણ આપતા રહ્યા છે. આજે પણ તેમણે પોતાની તરફથી અભિષેકનો ફોટો શેર કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube