બોલિવુડની પ્રતિષ્ઠિત પરિવારની વહુ ઐશ્વર્યા પર લાગ્યો ચોરી કરવાનો આરોપ
ઐશ્વર્યા રાય બચ્ચનનુ એક લેટેસ્ટ ફોટોશુટ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. આ શૂટમાં ઐશ્વર્યાએ અનેક પ્રકારના ડ્રેસિસ ફ્લોન્ટ કર્યા છે. આ ડ્રેસિસની સાથે તેનો એક યુનિક પોઝ પણ લોકોને ગમી રહ્યો છે. પરંતુ હવે આ ફોટોશૂટના એક પોઝને કારણે ઐશ્વર્યા રાય મુશ્કેલીમાં મૂકાઈ છે. કેમ કે, આ પોઝને એક હોલિવુડ સ્ટારની કોપી બતાવવામાં આવી છે.
નવી દિલ્હી :ઐશ્વર્યા રાય બચ્ચનનુ એક લેટેસ્ટ ફોટોશુટ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. આ શૂટમાં ઐશ્વર્યાએ અનેક પ્રકારના ડ્રેસિસ ફ્લોન્ટ કર્યા છે. આ ડ્રેસિસની સાથે તેનો એક યુનિક પોઝ પણ લોકોને ગમી રહ્યો છે. પરંતુ હવે આ ફોટોશૂટના એક પોઝને કારણે ઐશ્વર્યા રાય મુશ્કેલીમાં મૂકાઈ છે. કેમ કે, આ પોઝને એક હોલિવુડ સ્ટારની કોપી બતાવવામાં આવી છે.
Photos : અંબાણીની ગણેશ પૂજામાં માત્ર એક બોલિવુડ કપલ પર બધાની નજર ટકી રહી
આ શૂટમાં એક તસવીરમાં ઐશ્વર્યા ડાર્ક રેડ રંગના લહેંગામાં સીઢી પર ઉભી નજર આવી રહી છે. જેમાં તેનો અંદાજ બહુ જ જાજરમાન છે, પરંતુ હવે લોકો દ્વારા બહુ પસંદ કરાયેલો આ પોઝ જ તેને વખોડવાનું કારણ બન્યું છે. હોલિવુડ સ્ટાર કૈટ વિન્સલેટની એક ફોટો અને તેનો પોઝ કરવાની વાત કરવામાં આવી છે. કૈટની આ તસવીર એક મેગેઝીનના કવર પર સામે આવી હતી. જુઓ કૈટ અને ઐશ્વર્યાની આ તસવીર....
વડોદરા : કમાટીબાગમાં કિસ કરતો વીડિયોથી બ્લેકમેલ કરીને યુવકે કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું
ઉલ્લેખનીય છે કે, આ શૂટમાં ઐશ્વર્યા રાય બચ્ચને ફેમસ સેલિબ્રિટી ડિઝાઈનર ફાલ્ગુની શેન પીકોકના ડિઝાઈન કરેલ આઉટફિટ્સ પહેર્યાં છે. ઐશ્વર્યા રાય બચ્ચનનો આ નવો લૂક લોકોને બહુ જ પસંદ આવ્યો. આ શૂટમાં તેણે કુલ 6 આઉટફિટ રજૂ કર્યાં છે. તમામમાં તે ગોર્જિયસ લાગી રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :