એક ઘાને બે કટકા, અજય દેવગનની ટીમે લીધો મર્દાના નિર્ણય
અજય દેવગનની આગામી ફિલ્મ ટોટલ ધમાલ રિલીઝ માટે તૈયાર છે
નવી દિલ્હી : અભિનેત અજય દેવગને સોમવારે જાહેરાત કરી છે કે તેની આગામી ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવામાં આવે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ લીધી હતી.
અજય દેવગને ટ્વીટ કર્યું છે કે હાલની પરિસ્થિતિને જોઈને ટોટલ ધમાલની ટીમે ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.
રણવીરે જોઈ 'આ' હિરોઇનને અને સીધી લગાવી ગળે, કોણ છે આ હોટ્ટી જાણવા કરો ક્લિક
ઇન્દ્રકુમારના ડિરેક્શનમાં બનેલી ટોટલ ધમાલમાં અજય દેવગન સિવાય અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી અને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સ પણ છે. ફિલ્મનું નિર્માણ અજય દેવગનની એફફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ મળીને કર્યું છે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે.