રણવીરે જોઈ 'આ' હિરોઇનને અને સીધી લગાવી ગળે, કોણ છે આ હોટ્ટી જાણવા કરો ક્લિક

રણવીરની લેટેસ્ટ ફિલ્મ ગલી બોયને સારી એવી સફળતા મળી છે

રણવીરે જોઈ 'આ' હિરોઇનને અને સીધી લગાવી ગળે, કોણ છે આ હોટ્ટી જાણવા કરો ક્લિક

મુંબઈ : હાલમાં સોશિયલ મીડિયામાં રણવીર સિંહ અને કિયારા અડવાણીની આ તસવીર બહુ ઝડપથી વાઇરલ થઈ રહી છે. હાલમાં રણવીર અને કિયારા મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા. આ બંને એકબીજા સાથે વાત કરતી વખતે ક્લિક થઈ ગયા હતા અને આ તસવીરો ધડાધડ શેયર થઈ રહી છે. 

હાલમાં રણવીર બહુ સારા મૂડમાં છે અને તેની ખુશી વર્તનમાં છલકાઈ રહી છે. ફિલ્મ વિવેચકો દ્વારા ભરપુર વખાણ પામેલી ઝોયા અખ્તરની ફિલ્મ રણવીર સિંહ-આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગલી બોય’બોક્સ ઓફિસ પર નક્કર ગતિએ આગળ વધી રહી છે. શનિવારે આ ફિલ્મના કલેક્શનમાં 45 ટકાનો વધારો નોંધાયો અને તેણે 18.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ગુરુવારે વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થયેલી આ ફિલ્મે શનિવાર સુધીમાં 51.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

રણવીર સિંહ માટે અત્યારે જબરદસ્ત સમય ચાલી રહ્યો છે. ડિસેમ્બરમાં રિલીઝ થયેલી એની ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી હતી. સિમ્બા રણવીરની પહેલે દિવસે સૌથી વધુ કમાણી (રૂ. 20 કરોડ) કરનારી ફિલ્મ હતી. જ્યારે ગલી બોયે 19.40 કરોડ રૂપિયાની કમાણી કરતાં તે રણવીરની બીજી હાઈએસ્ટ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news