Auron Mein Kahan Dum Tha Teaser: અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઔરો મેં કહા દમ થાનું ટીચર રિલીઝ કરવામાં આવ્યું છે. 90 ના દાયકાની આ હિટ જોડી રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ


આ ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અજય દેવગન અને તબુની આ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ફાઈનલી લોકોને આ ફિલ્મનું ટીઝર જોવા મળ્યું છે. ટીઝરમાં હોળીનો એક સીન દેખાડવામાં આવ્યો છે. જેના બેગ્રાઉન્ડમાં હીરોનો ડાયલોગ સંભળાય છે. 


પ્રતિક ગાંધીની ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ


ફિલ્મી રિલિઝની વાત કરીએ તો આ ફિલ્મ 5 જુલાઈ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર જોયા પછી તેનું ટ્રેલર જોવા માટે લોકો આતુર છે. આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગન ઉપરાંત જીમી શેરગીલ, શાંતનું મહેશ્વરી, સાંઈ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.