Trailer: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમ

Dedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

Trailer: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમ

Dedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. દેઢ બીઘા ઝમીન પહેલા પ્રતિક ગાંધી વિદ્યા બાલન સાથે દો ઔર દો પ્યાર ફિલ્મમાં જોવા મળ્યો હતો જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી.

દેઢ બીઘા ઝમીનમાં પ્રતિક ગાંધીના પાત્રનું નામ અનિલ છે. જે પોતાની બહેનના લગ્ન માટે પૈસા એકઠા કરવા માંગે છે. લગ્ન માટે તે પોતાની વર્ષો જૂની જમીન વેચવાનો પ્રયત્ન કરે છે. આ જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો કરેલો હોય છે. 

પોતાની જમીન માટે અનિલને જે સંઘર્ષ કરવો પડે છે તે આ ફિલ્મમાં જોવા મળે છે. ભ્રષ્ટાચાર, લાલચ અને લાગણીસભર આ ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે જમીન પર જે લોકોએ બળજબરીથી કબજો કર્યો હોય તેમના વિરુદ્ધ અનિલ કેવી રીતે લડાઈ લડે છે. 

દેઢ બીઘા ઝમીન ફિલ્મમાં ટીવીએફના ઘણા બધા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે ખુશાલી કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. પ્રતિક ગાંધીની આ ફિલ્મ 31 મે 2024 ના રોજ જીઓ સિનેમા પર રિલીઝ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news