OMG 2: ઓ માય ગોડ ટુ ફિલ્મને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. પરંતુ તે પહેલા આ ફિલ્મ સેન્સર બોર્ડના સર્ટિફિકેશનમાં ફસાઈ ગઈ છે. સૌથી મોટો ઝટકો ફિલ્મ મેકર્સને એ વાતનો લાગ્યો છે કે સેન્સર બોર્ડ એ આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. આ વાત સામે આવતા જ લોકોના મનમાં પણ પ્રશ્ન ઊભા થવા લાગ્યા છે કે આ ફિલ્મમાં એવું તે શું છે જેના કારણે સેન્સર બોર્ડ એ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Rocky Aur Rani Ki Prem Kahani ના સ્ક્રીનિંગમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યા સેલેબ્સ


Kiara Advaniએ India Couture Weekમાં કર્યુ રેમ્પ વૉક, 'બાર્બી લુક' ના ફોટા થયા વાયરલ


વેબ સિરીઝ Choona નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ Jimmy Shergill નો ધાકડ અંદાજ


જોકે મીડિયા રિપોર્ટ અનુસાર સેન્સર બોર્ડનો આ નિર્ણય ફિલ્મ મેકર્સને માન્ય નથી અને તેમણે ફરીથી સર્ટિફિકેશન માટે ફિલ્મનો રીવ્યુ કરવાનું કહ્યું છે. આ અંગે મળતી જાણકારી અનુસાર સેન્સર બોર્ડની કમિટીએ આ ફિલ્મમાં 20 જેટલા કટ્સ કરવા માટે પણ ફિલ્મ મેકર્સને સૂચન કર્યું છે. સાથે જ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેશન આપવાની વાત પણ સામે આવી છે. 


ચર્ચાઓ એવી પણ છે કે જો ફિલ્મ મેકર્સ ફિલ્મમાં સેન્સર બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા ફેરફાર નહીં કરે તો ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવી શકે છે. પરંતુ ફિલ્મ મેકર્સ પ્રસ્તાવિત એ સર્ટિફિકેટ અને ફિલ્મમાં કટ્સને લઈને ખુશ નથી. ફિલ્મ મેકર્સ હવે સેન્સર બોર્ડના સભ્ય સાથે મીટીંગ કરવા નું વિચારી રહ્યા છે. 


આ સાથે જ ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 માત્ર ધર્મ અને આસ્થા પર જ નહીં પરંતુ સેક્સ એજ્યુકેશન પર પણ આધારિત છે. આ ફિલ્મમાં ધર્મ અને સેક્સ એજ્યુકેશનની વાત દર્શાવવામાં આવી છે તેથી સેન્સર બોર્ડ પણ આ વખતે ખૂબ જ સતર્ક રહીને આગળ વધી રહ્યું છે કારણ કે થોડા સમય પહેલા જ ફિલ્મ આદિપુરુષને પાસ કરવાની વાતને લઈને સેન્સર બોર્ડની પણ ભયંકર આલોચના થઈ હતી તેવામાં હવે આ ફિલ્મને લઈને સેન્સર બોર્ડ કોઈ રિસ્ક લેવા ઇચ્છતું નથી.