Rocky Aur Rani Ki Prem Kahani ના સ્ક્રીનિંગમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યા સેલેબ્સ, જુઓ ફોટોઝ
Bollywood Actress Stylish Looks: બોલિવૂડના લોકો માટે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ હસીનાઓ અલગ જ અંદાજમાં ધૂમ મચાવતી જોવા મળી.
સારા અલી ખાન
સારા અલી ખાને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પહોંચી હતી. પરંતુ સારાએ તમામ લાઈમલાઈટ ચોરી લીધી. સારા વન સાઈડ ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી હતી. હાલમાં જ અમરનાથ યાત્રાથી પરત ફરેલી સારા ખૂબ જ સારા મૂડમાં જોવા મળી હતી.
વિકી કૌશલ અને કેટરીના
તે જ સમયે, કેટરિના કૈફ પણ ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી, તે પણ એકદમ સ્ટાઇલિશ અંદાજમાં. વિકી કૌશલ અને કેટરીના બંને સાથે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટરીનાના આ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અનન્યા પાંડે
અનન્યા પાંડે પણ સિમ્પલ અને ક્યૂટ લુકમાં સ્ક્રીનિંગમાં પહોંચી હતી.. બધાને લાગતું હતું કે તે આદિત્ય રોય કપૂર સાથે પહોંચશે, પરંતુ અહીં તે એકલી જ પહોંચી હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
રોકી અને રાનીની લવસ્ટોરીમાં આલિયા ભટ્ટ લીડ રોલ કરી રહી છે. તેથી તે રણબીર કપૂર સાથે સ્ક્રીનિંગમાં પહોંચી હતી અને તે બંને ટિમ રાનીની ટી-શર્ટ પહેરીને ફિલ્મને સપોર્ટ કરતા જોવા મળ્યા.
રણવીર સિંહ
રણવીર સિંહ પણ હંમેશાની જેમ ફંકી અને કલરફુલ લુકમાં જોવા મળ્યો હતો.
Trending Photos