મુંબઈ : અભિનેતા આલોક નાથ પર ‘તારા’ની રાઈટર અને પ્રોડ્યુસર વિંતા નંદાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં જ આલોક નાથ પર હમ સાથ સાથ હૈના ક્રુ મેમ્બરે પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ફિલ્મ હમ સાથ સાથ હૈની ક્રુ મેમ્બરે જણાવ્યું કે અમે ફિલ્મના એક રાતના સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. મેં આલોક નાથને ચેન્જ કરવા માટે તેમના હાથમાં કોસ્ચ્યુમ આપ્યા તો તેઓ ચેન્જિંગ રૂમમાં જવાની જગ્યાએ મારી સામે જ કપડાં બદલવા લાગ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રુ મેમ્બરે આગળ જણાવ્યું કે, જ્યારે હું તે રૂમમાંથી બહાર જવા લાગી તો તેમણે મારો હાથ પકડીને મને રોકી લીધી અને મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરવા લાગ્યા. આખરે જેમતેમ કરીને હું ત્યાંથી બહાર નીકળી ગઈ. હું આ સમગ્ર ઘટના ફિલ્મનાં નિર્માતા-નિર્દેશક સૂરજ બડજાત્યાને જણાવવા માંગતી હતી પરંતુ હું બહુ ડરી ગઈ હતી જેથી હું તેમને આ ઘટના જણાવી ન શકી. મારામાં તે સમયે આલોક નાથ વિરુદ્ધ કોઈ પણ પગલા ભરવાની હિંમત નહોતી. મને વિશ્વાસ હતો કે હું આ વાત લોકોને જણાવીશ તો કોઈ પણ મારો ભરોસો નહીં કરે. 


#MeToo કેમ્પેઇન અંતર્ગત અભિનેતા આલોક નાથ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. લેખક અને ફિલ્મ નિર્માતા વિંતા નંદાએ એક્ટર આલોક નાથ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. વિંતાએ ફેસબુક પોસ્ટ લખીને આલોક નાથ પર આરોપ લગાવ્યો છે. તેણે આ પોસ્ટમાં પોતાની આપવીતી વિગતવાર જણાવી છે. વિંતાએ આ પોસ્ટમાં આલોક નાથનું નામ નહોતું લખ્યું પણ પછી આ વાતની પુષ્ટિ કરી છે. 


ફેસબુક પોસ્ટમાં વિંતાએ આરોપ લગાવ્યો છે કે અભિનેતાએ તેની સાથે એકવાર નહીં પણ બે-બે વાર બળાત્કાર કર્યો હતો. વિંતાએ ફેસબુક પોસ્ટમાં જે વિગતો જણાવી છે એ ભારે ચોંકાવનારી છે. આ ઘટના પછી સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (સિન્ટા) આલોક નાથને શો કોઝ નોટીસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ઘટના સામે એ પછી સિન્ટાના મેમ્બર સુશાંત સિંહે માફી માગીને આ મામલામાં ફરિયાદ કરવાનું કહ્યું છે તેમજ સહયોગનો ભરોસો આપ્યો છે. આ મામલામાં આલોક નાથે ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું છે કે હું વિંતાને સારી રીતે ઓળખું છું. યોગ્ય સમયે બધી વાત સામે આવી જશે અને હું આ મામલે થોડા સમય પછી કમેન્ટ કરીશ. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...