Amitabh Bachchan: વર્ષોથી અમિતાભ બચ્ચનના ઘરની બહાર દર રવિવારે હજારોની સંખ્યામાં તેમના ચાહકો પહોંચે છે. દર રવિવારે અમિતાભ બચ્ચન પોતાના ઘરની બહાર આવી પોતાના ચાહકોને મળે છે અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. જોકે આ રવિવારે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના ઘરની બહાર પ્રશંસકોને મળવા આવ્યા ત્યારે ભાવુક થયેલા જોવા મળ્યા. આ રવિવાર અમિતાભ બચ્ચન માટે પણ ખાસ હતો. તેણે આ રવિવારની પ્રશંસકો સાથેની મુલાકાતનો એક ઈમોશનલ વિડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રકુલ-જેકી પહેલા આ બોલીવુડ સ્ટાર્સ કરી ચુક્યા છે ગોવામાં લગ્ન, જુઓ લગ્નના શાનદાર ફોટો


વીડિયોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન જ્યારે પોતાના પ્રશંસકો ને મળવા માટે દરવાજા તરફ જાય છે તો મોટી સંખ્યામાં ચાહકો તેનું સ્વાગત કરે છે. દેશના ખૂણે ખૂણેથી આવેલા અલગ અલગ ઉંમરના ચાહકો અમિતાભ બચ્ચનની ઝલક જોઈને ખુશખુશાલ થઈ જાય છે. અમિતાભ બચ્ચન પણ હાથ જોડીને ચહેરા પર સ્મિત સાથે પોતાના ફેન્સનું અભિવાદન કરે છે. કેટલાક ચાહકોને અમિતાભ બચ્ચન ઓટોગ્રાફ પણ આપે છે.


આ પણ વાંચો: અનંત-રાધિકાના લખાયા લગ્ન, નીતા અંબાણી, ઈશા અંબાણીનો લુક છે જોવા જેવો, જુઓ photo


અમિતાભ બચ્ચનને આ ક્ષણનો એક વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા અમિતાભ બચ્ચનને હિન્દીમાં લખ્યું છે કે, "જો આ ન હોય તો કંઈ નથી...." અમિતાભ બચ્ચને આ વીડિયોને પોતાના બ્લોગ પર પણ શેર કર્યો છે. 



અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો તેઓ છેલ્લા ઘણા સમયથી કામોમાં વ્યસ્ત છે. હાલ અમિતાભ બચ્ચન પોતાની તમિલ ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. બોલીવુડની વાત કરીએ તો અમિતાભ બચ્ચન કલ્કી ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે પણ જોવા મળશે. સાથે જ અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ સાથે ધ ઇન્ટર્ન ફિલ્મની રિમેકમાં પણ જોવા મળશે.