નવી દિલ્હીઃ છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડમાં (Bollywood) સક્રિય અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હવે નિવૃત્તિ (Retirement) અંગે વિચારી રહ્યા છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ તેમણે પોતાના બ્લોગમાં (Blog) જ આવા વિચાર રજુ કર્યા છે. તેમણે લખેલા બ્લોગથી એવો અંદાજ લગાવી શકાય કે અમિતાભ હવે ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયામાંથી સન્યાસ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિગ બીએ(BIG B) 28 નવેમ્બરની રાત્રે 12.26 કલાકે પોસ્ટ(Post) કરી હતી. આ દિવસે તેમના દિવંગત પિતા હરિવંશ રાય બચ્નનો (Harivansh rai Bachchan) 112મો જન્મદિવસ (Birthday) હતો. અમિતાભે (Amitabh) પોતાના આ બ્લોગની ભાષા પણ કંઈક એવી રીતે લખી છે, જાણે કે તેઓ કોઈ સફર માટે આભાર વ્યક્ત કરી રહ્યા હોય. એક જગ્યાએ તેમણે લખ્યું છે, "મેરે રાસ્તે મેં પડનેવાલે હર પડાવ કો મેરા ધન્યવાદ."


Commando 3 Movie Review : કેવી છે આજે રિલીઝ થયેલી વિદ્યુત જામવાલની ફિલ્મ? જોવાય કે નહીં જાણવા કરો ક્લિક...


ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અત્યારે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ માટે મનાલીમાં છે. તેમણે ત્યાં પહોંચ્યા પછી પોતાના અનુભવ બ્લોગ દ્વારા વર્ણવ્યા છે. અમિતાભે લખ્યું છે કે, આ નાનાકડા અને રમણીય સ્થળે ગાડીથી પહોંચતા મને 12 કલાક લાગ્યા છે. અહીં રોડ સારા નથી. રૂમ અને વાતાવરણ પણ અલગ છે. મારે હવે રિટાયર થવું પડશે.... મારું મગજ ક્યાંક બીજે છે અને આંગળીઓ કંઈક બીજું કરી રહી છે.


Ragini MMS Returns : સની લિયોની સેક્સી અદાઓ સાથે છવાઈ સોશિયલ મીડિયામાં


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમિતાભ બચ્ચને બોલિવૂડમાં 50 વર્ષ પુરા કર્યા છે. આજથી 50 વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની પ્રથમ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ હતું 'સાત હિન્દુસ્તાની' અને તેના દિગ્દર્શક હતા અહેમદ અબ્બાસ. 


Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર


અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ રૂમી જાફરી દ્વારા નિર્દેશિત સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચહેરે'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશમી પણ જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. આ ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવાની હતી, પરંતુ હવે તે 24 એપ્રિલના રોજ રિલીઝ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....