Commando 3 Movie Review : કેવી છે આજે રિલીઝ થયેલી વિદ્યુત જામવાલની ફિલ્મ? જોવાય કે નહીં જાણવા કરો ક્લિક...

2013માં આવેલી વિદ્યુત જામવાલ (Vidyut jamwal)ની એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ (Commando 3) આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા (Adah sharma), અંગીરા ધાર (Angira Dhar)અને ગુલશન દેવૈયા (Gulshan Devaiah)એ કામ કર્યું છે.

Commando 3 Movie Review : કેવી છે આજે રિલીઝ થયેલી વિદ્યુત જામવાલની ફિલ્મ? જોવાય કે નહીં જાણવા કરો ક્લિક...

મુંબઈ : 2013માં આવેલી વિદ્યુત જામવાલ (Vidyut jamwal)ની એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ (Commando 3) આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા (Adah sharma), અંગીરા ધાર (Angira Dhar)અને ગુલશન દેવૈયા (Gulshan Devaiah)એ કામ કર્યું છે.

શું છે વાર્તા?
ફિલ્મમાં કરણવીર સિંહ ડોગરાનું પાત્ર વિદ્યુત જામવાલે ભજવ્યું છે. કમાન્ડો કરણ ઇન્ડિયાને આતંકવાદીઓથી બચાવવા માટે મિશન પર નીકળે છે. આતંકવાદી સંગઠનના સર્વેસર્વા બુરાક અન્સારીનું પાત્ર ગુલશન દેવૈયાએ ભજવ્યું છે. કરણ તેને પકડવા લંડન જાય છે. આને માટે તેની સાથે એજન્ટ ભાવના રેડ્ડી (અદા શર્મા)ને મોકલવામાં આવે છે. લંડનની બ્રિટિશ ઇન્ટેલિજન્સમાં કામ કરતી મલ્લિકા સૂદ (અંગીરા ધાર) અને અન્ય એક એજન્ટને ઇન્ડિયન એજન્ટ્સ સાથે કામ કરવા માટે સાઇન કરવામાં આવે છે. અંગીરાના દાદાદાદી ભારતીય હોવાથી તેને આ કામ માટે સાઇન કરવામાં આવી છે.

કેવી છે ફિલ્મ?
ડેરિયસ યાર્મિલ અને જુનૈદ વાસી દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મમાં ઘણી ખામીઓ છે. બે કલાક અને 13 મિનિટની આ ફિલ્મમાં જબરદસ્તીથી એક્શન સિક્વન્સ નાખવામાં આવી છે. ઇમરાન હાશ્મીને સ્ટાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આદિત્ય દત્તે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. જોકે ફિલ્મનું ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી બંને કંગાળ છે. જોકે આ ફિલ્મ ઓછા બજેટમાં બનાવવામાં આવી હોવાથી અનેક ખામીઓ ઉડીને આંખે વળગે છે. ફિલ્મમાં વિદ્યુતના એક્શન દ્રશ્ય જ સારા છે, બાકી ફિલ્મ ઠીકઠાક છે. એક્ટિંગની વાત કરીએ તો વિદ્યુત એક્શન દ્રશ્યો સારા કરે છે પણ એક્ટિંગ સાવ સપાટ છે. જોકે સામા પક્ષે આ ખામીને અદા શર્મા અને અંગીરા મળીને ઘણા અંશે સંભાળી લે છે. 

જોવાય કે નહીં?
જો તમે વિદ્યુત જામવાલના એક્શનના ચાહક હો તો જ આ ફિલ્મ જોવાની હિંમત કરશો બાકી તમને આ સમય અને પૈસાનો વ્યય લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news