ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના મિત્ર ઋષિ કપૂર વિશે બ્લોગમા એક ભાવુક નોટ લખી છે. ઋષિ કપૂર (Rishi Kapoor) નું ગુરુવારે નિધન થયું હતું. બિગબીએ કહ્યું કે, તેઓ હોસ્પિટલમાં દિવંગત દિગ્ગજ સ્ટારને ક્યારેય ન મળ્યા. કારણ કે, તેઓ કપૂરના હસતા ચહેરા પર ક્યારેય દર્દ જોવા માંગતા ન હતા. હસતો રહેતો કરુણ ચહેરો. અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું કે, હુ જ્યારે પણ રાજ જીના ચેમ્બૂર સ્થિત તેમના ઘર દેવનાર કોટેજમાં ગયો છું, મેં એ દુર્લભ ક્ષણોમાં તેઓને એક યુવા ઉર્જાવાન, ચુલબૂલા, પોતાની આંખોમાં શરારત લઈને ફરતા ચિંટુના રૂપમાં જોયા છે. 


જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામાજિક કાર્યકરે કર્યાં  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે લખ્યું કે, મેં આરકે સ્ટુડિયોમાં તેઓને અનેકવાર જોયા છે, જ્યારે તેઓ ફિલ્મ બોબી માટે અભિનેતા તરીકે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક મહેનતી અને ઉત્સાહી નવયુવાન, દરેક બાબત શીખવા પર ધ્યાન આપવા માટે તૈયાર હતા. બિગબીએ લખ્યું કે, ઋષિના ચાલવાની એક ખાસ સ્ટાઈલ હતા. જે આશ્વસ્ત અને દ્રઢ દેખાતી હતી. એક ખાસ સ્ટાઈલ જે તેઓના દાદા, મહાન પૃથ્વીરાજજીની જેમ હતી. એક ચાલ, જે મે તેમની અનેક જૂની ફિલ્મોમાં એકવાર જોઈ હતી. એ ચાલ, જેને મે ક્યારેય કોઈનામાં ન જોઈ. 


સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ


ગાંધીનગર-બોટાદમાં કોરોનાને કન્ટ્રોલ કરવા 2 વરિષ્ઠ સચિવોને સોંપાઈ જવાબદારી


તેમણે કહ્યું કે, જ્યારે પણ શુટિંગ દરમિયાન શોટ માટે વચ્ચે સમય રહેતો, તો તેઓ રમવા માટે કાર્ડસ કાઢતા હતા અને બીજાને પણ રમવા માટે બોલાવતા હતા. હું તેઓને હોસ્પિટલ મળવા ક્યારેય ન ગયો. કારણ કે, તેમના હસતા ચહેરા પર દર્દ જોવા માંગતો ન હતો. બિગબીએ આખરમાં લખ્યું કે, પરંતુ હું નિશ્ચિત છું કે, જ્યારે તેઓએ આ દુનિયાને અલવિદા કહી હશે, તો તેઓ એક સૌમ્ય મુસ્કાન સાથે અહીંથી ગયા હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર