નવી દિલ્હી: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં જ કોરોના સામે જંગ જીતીને હોસ્પિટલથી ઘરે પરત કર્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ રહે છે. હોસ્પિટલ દરમિયાન પણ તેઓ સતત ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે એક યૂઝરે તેમની ચેરિટીને લઇને આ સવાલ કર્યો કે રોષે ભરાયેલા અમિતાભ બચ્ચને તેમના બ્લોગના માધ્યમથી ટ્રોલ્સને મુંહતોડ જવાબ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આખરે સુશાંત મામલે કેમ જોડાઇ રહ્યું છે આદિત્ય ઠાકરેનું નામ? શિવસેનાએ ઉઠાવ્યો સવાલ


તમને જણાવી દઈએ કે અમુલને કારણે અમિતાભ બચ્ચન ટ્રોલના નિશાન પર આવ્યા હતા, ત્યારબાદ એક યૂઝરે તેમને સવાલ કર્યો હતો કે 'તમે ગરીબોને કેમ દાન નથી આપતા. હું માનું છું કે તમારા પાકીટમાં ભગવાનની કૃપા છે. તમારે એક ઉદાહરણ સેટ કરવું જોઈએ. તે બોલવું સરળ છે, પરંતુ એક ઉદાહરણ બનવું વધારે મહત્વનું છે. આ પહેલી વાર નથી થયું જ્યારે કોઈ યુઝરે અમિતાભ બચ્ચનને ચેરીટી અંગે આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હોય.


જોકે અમિતાભ બચ્ચન આવા પ્રશ્નો પર અવારનવાર મૌન રહે છે, પરંતુ આ વખતે શાંત રહેવાને બદલે તેમણે તેમની ચેરિટીની આખી સૂચિ ગણાવી.


આ પણ વાંચો:- કાજોલ કારકિર્દીની શરૂઆતમાં આ એક વાતથી ખુબ ગભરાતી હતી, શાહરૂખે કરી હતી મદદ


અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, લોકડાઉન સમયે, તેમને લંચ અને ડિનર માટે 5000 લોકોને મળ્યા હતા. મુંબઈથી પરત ફરતા 1200 પરપ્રાંતિય મજૂરોને પગરખાં અને ચંપલ આપ્યા. તેમણે મજૂરો માટે યુપી અને બિહાર પહોંચવાની બસ ગોઠવી. 15,000 પીપીઈ કિટ્સ સાથે 1000 માસ્કનું વિતરણ પણ કર્યું. તે જ સમયે, 2009માં, આખી ટ્રેન મજૂરો માટે બુક કરાઈ હતી, જ્યારે રાજકીય કારણોસર ટ્રેન રદ કરવામાં આવી હતી, ત્યારે ઈન્ડિગોના 6 વિમાન દ્વારા 180 મુસાફરોને તેમના ઘરે લાવવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube