કાજોલ કારકિર્દીની શરૂઆતમાં આ એક વાતથી ખુબ ગભરાતી હતી, શાહરૂખે કરી હતી મદદ

બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે. કાજોલનો જન્મ 5 ઓગસ્ટ 1974ના રોજ મુંબઈમાં જ થયો હતો. બાળપણમાં કાજોલ બસ એક જ વાત જાણતી હતી કે મોટા થઈને તેને ખુબ પૈસા કમાવવાના છે. કેવી રીતે? તે તેને ખબર નહતી. કાજોલની માતા તનુજા મરાઠીભાષી હતી અને પિતાજી શોમુ મુખરજી બંગાળી. બાળપણમાં કાજોલે એવા પણ દિવસો જોયા છે કે જ્યારે તેમના ઘરમાં પૈસાની તંગી થઈ જતી હતી. પપ્પાએ બનાવેલી ફિલ્મો ચાલતી નહતી અને મમ્મીએ પૈસા કમાવવા માટે ફિલ્મોમાં કામ કરવું પડતું હતું. 

કાજોલ કારકિર્દીની શરૂઆતમાં આ એક વાતથી ખુબ ગભરાતી હતી, શાહરૂખે કરી હતી મદદ

નવી દિલ્હી: બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે. કાજોલનો જન્મ 5 ઓગસ્ટ 1974ના રોજ મુંબઈમાં જ થયો હતો. બાળપણમાં કાજોલ બસ એક જ વાત જાણતી હતી કે મોટા થઈને તેને ખુબ પૈસા કમાવવાના છે. કેવી રીતે? તે તેને ખબર નહતી. કાજોલની માતા તનુજા મરાઠીભાષી હતી અને પિતાજી શોમુ મુખરજી બંગાળી. બાળપણમાં કાજોલે એવા પણ દિવસો જોયા છે કે જ્યારે તેમના ઘરમાં પૈસાની તંગી થઈ જતી હતી. પપ્પાએ બનાવેલી ફિલ્મો ચાલતી નહતી અને મમ્મીએ પૈસા કમાવવા માટે ફિલ્મોમાં કામ કરવું પડતું હતું. 

બનવું હતું પૈસાદાર
કાજોલે તેની માતાને ફિલ્મોમાં કામ કરતા જોઈ હતી. બાળપણમાં અનેકવાર તે તેમની સાથે ફિલ્મોના શૂટિંગમાં પણ ગઈ હતી. માતા શૂટિંગ માટે તૈયાર નહોય, ટેક પર ટેક થતા હતાં. કાજોલને એ જ સમજાયું કે ફિલ્મોમાં જેટલી મહેનત હોય છે તે પ્રમાણે પૈસા મળતા નથી. આ એક મોટું કારણ હતું કે જ્યારે પણ બાળપણમાં તેને કોઈ પૂછતું કે તું મોટી થઈને શું બનીશ, નાની, નુતન માસી કે માતાની જેમ અભિનેત્રી? તો તે તરત કહેતી કે મારે અભિનેત્રી નથી બનવું મારે તો એવું કામ કરવું છે કે જેમાં ખુબ પૈસા મળે. 

અભ્યાસમાં એવરેજ હતી
કાજોલનું મન શાળાના અભ્યાસમાં ઓછું લાગતું હતું. તે આખો દિવસ કોમિક્સ, વાર્તાના પુસ્તકો, અને નોવેલ વાચતી રહેતી હતી. જ્યારે તનુજાએ જોયું કે તેનો આગળ ભણવાનો કોઈ ઈરાદો નથી તો તેણે કહ્યું કે તુ ફિલ્મમાં કામ કરી લે. 16 વર્ષની ઉંમરમાં કાજોલે બેખુદી ફિલ્મ સાઈન કરી લીધી. આ ફિલ્મમાં કામ કર્યા બાદ તેને લાગ્યું કે તે અભિનય કરી શકે છે અને એક્ટિંગ કરવામાં સારા પૈસા મળે છે. 

ગંભીર રોલથી ગભરાતી હતી
કાજોલને એવા રોલ નહતાં ગમતા જેમાં ખુબ રડવું પડે. શરૂઆતમાં તે 'ઉધાર કી જિંદગી' જેવી ફિલ્મો કર્યા બાદ કાજોલે માતા તનુજાને કહી દીધુ કે તે ફક્ત કોમેડી ફિલ્મ કે હળવી ફિલ્મો જ કરશે. તેને સિરિયસ રોલ કરવા ગમતા નહતાં. કાજોલને એક્ટિંગનો અસલ પાઠ તો શાહરૂખ ખાને બાજીગર દરમિયાન ભણઆવ્યો. એમ કહીને કે તું એક સારી અભિનેત્રી છે, દરેક પ્રકારના રોલ કર. ગંભીર ફિલ્મોને પણ એન્જોય કરતા શીખ. અભિનયને પ્રેમ નહીં કરે તો ક્યારેય ફિલ્મોમાં ટકી નહીં શકે. કાજોલે આ વાત અજમાવી જોઈ. ત્યારબાદ તેણે ક્યારેય ફરિયાદ ન કરી કે તે ગંભીર રોવા ધોવાના રોલ નહીં કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news