નવી દિલ્હી: નવ્યા નવેલી નંદા (Navya Nanda Naveli) દર વખતે તેની કેઝ્યુઅલ તસવીરોથી તેના ચાહકોનું દિલ જીતે છે. તેણે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર બે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ તસવીરો કરતાં પણ તેના પર આવેલી એક કોમેન્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે 'ગલી બોય' ફેમ સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ને ડેટ કરી રહી છે.


હસતી જોવા મળી નવ્યા 
નવ્યાએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે પલંગ પર બેઠેલી હસતી જોઈ શકાય છે. દીપિકા પાદુકોણ સહિત બોલિવૂડની હસ્તીઓએ તેની તસવીરોના વખાણ કર્યા છે. દીપિકા પાદુકોણે લખ્યું, 'સુંદર.' જ્યારે એક ચાહકે લખ્યું, 'ફેન્ટાસ્ટિક બ્યુટી', જ્યારે બીજાએ લખ્યું, 'બ્યુટીફુલ સ્માઈલ ગર્લ... મિસ નવ્યા.' ત્રીજા યુઝરે લખ્યું, 'નાનૂ પ ગઈ છે... પોતાની ઓળખ બનાવશે... એક દિવસ...'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube