ઝી મીડિયા બ્યૂરો :બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમય બાદ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ (Angrezi Medium) માં નજર આવ્યા છે. 13 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈરફાનની સાથે કરીના કપૂર ખાન નજર આવી રહી છે. પરંતુ રિલીઝના પહેલા દિવસ જ આ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, આ ફિલ્મની એચડી પ્રિન્ટ લિક થઈ ગઈ છે. જેની ઈફેક્ટ ફિલ્મની કમાણી પર પડવાની છે. એક તરફ કોરોના વાયરસ (Corona virus) ને કારણે આમ પણ લોકો સિનેમાઘરોમાં જવાથી ડરી રહ્યાં છે. ઉપરથી ફિલ્મ લીક થવી, આ બંને બાબતોથી ફિલ્મના મેકર્સને મોટું નુકસાન સહેવુ પડી શકે છે. રિપોર્ટસ અનુસાર, અંગ્રેજી મીડિયમને તમિલ રોકર્સ (Tamilrockers) દ્વારા લિક કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બોલિવુડના અન્ય સમાચાર માટે ક્લિક કરો અહીં....