Film Controversy: નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણી તેના માટે મોટી સમસ્યા બની રહી છે. ફિલ્મને લઈને શરૂ થયેલા વિવાદ પછી નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મ ડિલીટ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઈને મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિ જનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કરોડોના ખર્ચે બની સની દેઓલ અને ઐશ્વર્યા રાયની આ ફિલ્મ પણ આજ સુધી ન થઈ શકી રિલીઝ


છેલ્લા ઘણા દિવસોથી અન્નપૂર્ણી ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વચ્ચે નેટફ્લિક્સ દ્વારા ફિલ્મને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે તેમ છતાં આ મામલો વકરી રહ્યો છે. હવે મુંબઈમાં અન્નપૂર્ણી ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અન્નપૂર્ણી ફિલ્મમાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન તેમના દ્વારા કરેલા શિકારને લઈને અને નોનવેજ ખાવાને લઈને જે વાત કહેવામાં આવી છે તે આપત્તિજનક છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં કુલ પાંચ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. 


આ પણ વાંચો: આ અભિનેત્રીએ કરી હતી ઓનસ્ક્રીન કિસ કરવાની હિંમત, કિસિંગ સીનના કારણે થઈ હતી બબાલ


મહત્વનું છે કે નેટફ્લિક્સ પર થોડા દિવસો પહેલા જ નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણી રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝના થોડા જ દિવસોમાં ફિલ્મમાં શ્રીરામને લઈને કહેવામાં આવેલી આપત્તિજનક વાતને લઈને વિવાદ શરૂ થઈ ગયો. અંતે નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મને ડિલીટ કરી દેવામાં આવી છે. 


મહત્વનું છે કે આ ફિલ્મ પહેલા નયનતારા શાહરુખ ખાન સાથે ફિલ્મ જવાનમાં જોવા મળી હતી આ ફિલ્મમાં નયનતારાના ખૂબ જ વખાણ થયા હતા, ત્યાર પછી અન્નપૂર્ણી ફિલ્મ રિલીઝ થઈ. જોકે આ ફિલ્મ નયનતારા માટે મોટી મુસીબત બની ચૂકી છે કારણ કે સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને નયનતારાને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અજય દેવગનની ફિલ્મ રેઈડ 2 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખ અમય પટનાયકની થશે એન્ટ્રી


આ ફિલ્મમાં નયનતારાના પિતા એક મંદિરમાં પુજારી છે અને ભગવાન માટે પ્રસાદ બનાવે છે. જ્યારે નયનતારા ફિલ્મમાં માંસાહાર કરતી જોવા મળે છે અને તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. સાથે જ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ બધી જ બાબતોને લઈને ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.