Bollywood: આ અભિનેત્રીએ કરી હતી ઓનસ્ક્રીન કિસ કરવાની હિંમત, બોલીવુડના પહેલા કિસિંગ સીનના કારણે થઈ હતી બબાલ

Bollywood: 90 ના દાયકા પહેલા બોલીવુડમાં એક એવી ફિલ્મ આવી હતી જેમાં પહેલી વખત એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે ચાર મિનિટનો કિસિંગ સીન થયો હતો. તે સમયમાં આ કિસિંગ સીનથી ખડભડાટ મચી ગયો હતો. આ સીન ના કારણે અભિનેત્રી અને ફિલ્મ બંને વિવાદમાં ઘેરાઈ ગયા હતા. 

Bollywood: આ અભિનેત્રીએ કરી હતી ઓનસ્ક્રીન કિસ કરવાની હિંમત, બોલીવુડના પહેલા કિસિંગ સીનના કારણે થઈ હતી બબાલ

Bollywood: આજના સમયમાં ફિલ્મોમાં જો બોલ્ડ સીન અને ખાસ કરીને કિસિંગ સીન ન હોય તો દર્શકોને તે વિચિત્ર લાગે છે. કારણ કે ફિલ્મોમાં કિસિંગ સીન ખુબ જ સામાન્ય થઈ ગયા છે. જોકે ફિલ્મોમાં કિસિંગ સીનનો આ સિલસિલો ક્યારથી શરૂ થયો તેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. 

તમને જાણીને નવાઈ લાગશે કે 90 ના દાયકાની શરૂઆતમાં જ નહીં પરંતુ કિસિંગ સીનની શરૂઆત 90 ના દાયકા પહેલાની ફિલ્મોથી શરૂ થઈ છે. 90 ના દાયકા પહેલા બોલીવુડમાં એક એવી ફિલ્મ આવી હતી જેમાં પહેલી વખત એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે ચાર મિનિટનો કિસિંગ સીન થયો હતો. તે સમયમાં આ કિસિંગ સીનથી ખળભળાટ મચી ગયો હતો. આ સીનના કારણે અભિનેત્રી અને ફિલ્મ બંને વિવાદમાં ઘેરાઈ ગયા હતા. આ ફિલ્મ હતી 1933 માં આવેલી કર્મા. 

ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી દેવિકા રાની અને અભિનેતા હિમાંશુ રાય હતા. આ ફિલ્મમાં પહેલી વખત બંને વચ્ચે કિસિંગ સીન શૂટ થયો હતો. જોકે ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે દેવિકા રાની અને હિમાંશુ રાય રિયલ લાઇફમાં પણ પતિ પત્ની હતા. તેથી ફિલ્મમાં તે બંનેને કિસિંગ સીન કરવામાં કોઈ સમસ્યા ન હતી. પરંતુ આ સીનના કારણે દેવિકા રાની અને ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. દેવિકા રાનીની તે સમયે ખૂબ જ આલોચના થઈ હતી. જણાવી દઈએ કે દેવિકા રાનીનું નામ તે સમયે બોલ્ડ અભિનેત્રીઓમાં લેવાતું હતું.

દેવિકા રાની તે સમયની ખુલ્લા વિચારોની અભિનેત્રી હતી. તે દારૂ અને સિગરેટ પીવાની શોખીન હતી. બોલીવુડમાં તેને ડ્રેગન લેડી તરીકે બોલાવવામાં આવતી હતી. આ ફિલ્મ પછી દેવિકા અને હિમાંશુ રાયે સાથે મળીને બોમ્બે ટોકીઝની સ્થાપના કરી હતી. આ બેનર હેઠળ બનેલી ફિલ્મ જવાની કી હવા તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મ બની હતી. દેવિકા રાની અને હેમાંશુ રાઈએ સાથે મળીને ઘણી બધી હિટ ફિલ્મો બનાવી હતી. ત્યાર પછી 1949 માં હિમાંશુ રાયનું નિધન થયું અને બોમ્બે ટોકીઝની બધી જ જવાબદારી દેવિકા રાની પર આવી. ત્યાર પછી 1958માં દેવિકા રાનીએ રશિયન પેન્ટર સાથે બીજા લગ્ન કર્યા અને 1998 માં દેવિકા રાનીનું નિધન થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news