નવી દિલ્હી : ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના હાલમાં જ અધ્યક્ષ બનેલા અનુપમ ખેરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે આ માટે પોતાન વ્યસ્ત શેડ્યુલને જવાબદાર ગણાવ્યું છે. સરકારે પણ અનુપમ ખેરનું રાજીનામું મંજૂર પણ કરી લીધું છે. અનુપમ ખેરે એક દિવસ પહેલાં સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. અનુપમે હાલમાં જ આ વાતની જાહેરાત ટ્વિટર પર કરી છે. અનુપમ આ પહેલાં પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના પણ ચેરમેન રહી ચૂક્યા છે. એફટીઆઇઆઇના અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ આવતા વર્ષે ઓક્ટોબર મહિનામાં સમાપ્ત થવાનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશા દેઓલે શેયર કરી ખાસ તસવીર, જોઈને સુધરી જશે દિવસ


પોતાના રાજીનામાની વિગતો ટ્વીટ કરતી વખતે અનુપમે લખ્યું છે કે, ''એફટીઆઇઆઇના અધ્યક્ષ તરીકે મને ઘણી વાતો શીખવા મળી અને આ મારા માટે સન્માનની વાત હતી. જોકે હવે મારા ઇન્ટરનેશનલ અસાઇનમેન્ટને કારણે હું હવે આ સંસ્થાને મારો સમય નહીં આપી શકું. આ માટે મેં મારા પદ પરથી રાજીનામું દેવાનો નિર્ણય કર્યો છે.''


પ્રિયંકા લગ્નમાં કોને બોલાવશે અને કોને નહીં? ચર્ચામાં છે ગેસ્ટ લિસ્ટ


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...