લોકપ્રિય શો અનુપમાનો ટ્રેક ખુબ રોમાંચક બની ગયો છે. અનુજ અને અનુપમા અલગ થઈ ગયા છે. અને ફેન્સ બંનેના ફરીથી મળવાની રાહ જોઈ રહ્યા છે. માયા, બરખા અને વનરાજ તેમને એક થવા દેવા માંગતા નથી. આ બધા વચ્ચે દર્શકો હવે  બેતાબ છે કે શોમાં આગળ શું થશે. અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં દેખાડવામાં આવ્યું છે કે ડિમ્પલ-સમરના લગ્નને લઈને શાહ પરિવાર કાંતા બેનના ઘરે ભેગો થયો છે. વનરાજ અને બા અનુપમાને સમરની ફરિયાદ કરે છે. ત્યારબાદ બા બોલે છે કે તેઓ નથી ઈચ્છતા કે ડિમ્પલ તેમના ઘરે આવે. બા ડિમ્પલની બુરાઈ કરે છે. જેના પર અનુપમા તેમને સમજાવે છે કે ડિમ્પલ એટલી પણ ખરાબ નથી. સમયને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને તે અનુપમાની માફી માંગે છે. ડિમ્પલ પણ બોલે છે કે તે અનુપમાને ડાન્સ એકેડેમીમાંથી કાઢવા માંગતી નહતી. બીજી બાજુ બરખા અંકૂશને ભડકાવે છે કે કોઈ પણ રીતે તે અનુપમા અને અનુજને મળવા ન દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંકુશ બરખાનો ઝઘડો
અનુજ અને અનુપમાની મુલાકાત વિશે વિચારીને લોકોના હ્રદયના ધબકારા વધી ગયા છે. બરખા અંકુશ સાથે ઝઘડે છે કે તેણે એવું કરવું જોઈતું નહતું. જેના પર અંકુશ કહે છે કે તેને પણ ખબર છે તે બંનેના ભેગા થવાથી ધંધો જઈ શકે છે. પરંતુ તે બોર્ડના લોકો માટે બેવાર મીટિંગ રાખી શકે નહીં. કોઈ પણ ડીલ માટે અનુપમા અને અનુજના હસ્તાક્ષર જરૂરી છે. અંકુશ બરખાને કહે છે કે તે નહી પરંતુ ઈશ્વર તેમને મિલાવે છે. આ વાત પાખી સાંભળે છે અને ખુશ થઈ જાય છે. બરખા પ્રાર્થના કરે છે કે કઈંક એવું થાય કે અનુજ અને અનુપમા મળી ન શકે. 


Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, વાયરલ થઈ ટ્વીટ


ફરી વિવાદમાં ફસાયા Yo Yo Honey Singh, સિંગર પર લાગ્યો કિડનેપિંગનો આરોપ!


પૈસા કમાવવા માટે ફિલ્મો ઉપરાંત સલમાન-શાહરૂખ સહિતના સિતારાઓ કરે છે આવું કામ!


અધૂરી મુલાકાત
બીજી બાજુ માયા પોતાના પર કંટ્રોલ રાખી શકતી નથી અને અનુજને પૂછે છે કે આટલા દિવસ બાદ તે અનુપમાને ફેસ કરવા  તૈયાર છે. અનુજ બરાબર જવાબ આપતો નથી. માયાને કહે છે કે આ વાત અનુને ન બતાવે અને તેનું ધ્યાન રાખે. બરખા અને માયા કાવતરું રચે છે કે ભલે અનુજ અને અનુપમા મળે પરંતુ તેમની વચ્ચેની ગેરસમજ દૂર થવી જોઈએ નહીં. બીજી બાજુ વનરાજ પરેશાન થાય છે તો કાવ્યા તેના ઘા પર મીઠું ભભરાવે છે. તે કહે છે કે અનુજ અને અનુપમા જલદી મળશે. બરખા મીટિંગ શેડ્યુલ્સમાં ફેરફાર કરશે. અનુજ અનુપમા વિશે પૂછે છે તો અંકુશ જણાવે છે કે તે પછી જોઈન કરશે. રિપોર્ટ્સ મુજબ બિઝનેસ માટે અનુપમા અને અનુજ મળશે પરંતુ આ મુલાકાત અધૂરી રહી જશે. 


ડિવોર્સ થશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓફિસમાં અનુજ અને અનુપમાનો આમનો સામનો થશે. અનુજ અનુપમા પાસે ડિવોર્સ માંગશે અને આ વખતે વારંવાર કરગરવાની જગ્યાએ અનુપમા પણ તેને ડિવોર્સ આપી દેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube