Anurag Kashyap Angry on Bollywood: અનુરાગ કશ્યપ બોલીવુડના સફળ ફિલ્મ મેકર છે. તેની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ કર્યો છે. પરંતુ હવે ફિલ્મ મેકર અને એક્ટર અનુરાગ કશ્યપ બોલીવુડથી નારાજ છે. તેમણે મુંબઈ છોડીને સાઉથ શિફ્ટ થવાનો પ્લાન પણ બનાવ્યો છે. તેમનું કહેવું છે કે, અહીંયા ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણમાં જઈ રહ્યા છે અનુરાગ કશ્યપ
'ગેંગ્સ ઓફ વાસેપુર', 'દેવ ડી' અને 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર કબજો જમાવનાર અભિનેતા અને ફિલ્મ મેકર અનુરાગ કશ્યપનું નામ હિન્દી સિનેમાના સફળ નિર્દેશકોમાં સામેલ છે. પરંતુ આટલા વર્ષોથી અલગ-અલગ જોનરની ફિલ્મો બનાવી રહેલો અનુરાગ હવે બોલીવુડથી કંટાળી ગયો છે. ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, હું મુંબઈ છોડી રહ્યો છું. અહીં પર ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ છે. મેનેજમેન્ટ એજન્સીઓ નવા કલાકારોને વધુ સારા અભિનેતા બનાવવાને બદલે સ્ટાર બનવાનું કહે છે.


ખેડૂતોને નવા વર્ષની ભેટ, સરકારે મધ પર MEP આગામી વર્ષના ડિસેમ્બર સુધી વધારી


કંઈક અલગ કરવું મુશ્કેલ
અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું હતું કે, 'મારા માટે બહાર જઈને એક્સપેરિમેન્ટસ કરવા મુશ્કેલ થઈ ગયા છે. કારણ કે બધું પૈસા પર આવે છે. પ્રોડ્યુસર નફો અને માર્જિન વિશે વિચારવાનું શરૂ કરે છે. ફિલ્મ શરૂ થાય તે પહેલા જ વેચાણ વિશે વિચારવાનું શરૂ કરે છે. તેથી મજા બરબાદ થઈ ગઈ છે.


મુંબઈ ટૂ સાઉથ
એક્ટરે વધુમાં કહ્યું કે, 'એટલે જ હું આવતા વર્ષે મુંબઈ છોડીને સાઉથ જઈ રહ્યો છું. જ્યાંથી પ્રેરણા મળે છે. નહીં તો હું વૃદ્ધ થઈને મરી જઈશ. હું અમારી ઈન્ડસ્ટ્રીની માનસિકતાથી નિરાશ છું અને પરેશાન છું. મંજુમેલ બોયઝ જેવી ફિલ્મો હિન્દીમાં ક્યારેય નહીં બને. પરંતુ જો તે હિટ રહેશે તો તેની રિમેક ચોક્કસ બનાવવામાં આવશે. માનસિકતા એવી છે કે જે કામ પહેલા થઈ ગયું છે તેને જ રિમેક કરવાનું છે. કંઈ નવું કરવાની કોશિશ નહીં કરે.


25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?


મલયાલમ ઈન્ડસ્ટ્રીથી ખુશ અનુરાગ 
તેમણે કહ્યું કે, 'મેં મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને તે ખૂબ જ રિફ્રેશિંગ લાગ્યું. ત્યાં કોઈ પોતાને શ્રેષ્ઠ માનતું નથી. કોઈપણ એક્ટર એકબીજાને દેખાડતો નથી કે હું બેસ્ટ છે. સેટ પર ખૂબ જ મસ્તી અને મજાક કરવામાં આવે છે.