Anushka Sharma: હેલમેટ વિના બાઈક પર સવારી અનુષ્કાને પડી મોંઘી, પોલીસે ફટકાર્યો આટલા હજારનો દંડ
Anushka Sharma Bike Ride: થોડા દિવસ પહેલા અનુષ્કા શર્મા અને અમિતાભ બચ્ચન બંને અલગ અલગ જગ્યાએ શૂટિંગના સેટ સુધી પહોંચવા માટે બાઈકની સવારી કરતા જોવા મળ્યા હતા. બંને કલાકારોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યાર પછી તેમના માટે આ બાઈક રાઈડ સમસ્યાનું કારણ બની છે.
Anushka Sharma Bike Ride: બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. આ ચર્ચાનું કારણ છે તેમણે તોડેલા ટ્રાફિકના નિયમો. થોડા દિવસ પહેલા અનુષ્કા શર્મા અને અમિતાભ બચ્ચન બંને અલગ અલગ જગ્યાએ શૂટિંગના સેટ સુધી પહોંચવા માટે બાઈકની સવારી કરતા જોવા મળ્યા હતા. ટ્રાફિકના કારણે તેમને રસ્તા પર જતા બાઈક ચાલક પાસેથી લિફ્ટ લીધી હતી. બંને કલાકારોની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યાર પછી તેમના માટે આ બાઈક રાઈડ સમસ્યાનું કારણ બની છે.
આ પણ વાંચો:
Netflix પર આવેલી આ ફિલ્મ જોનાર રાત્રે નથી સુઈ શકતાં એકલા, હિંમત હોય તો જ જોવી ફિલ્મ
છોકરીઓ તો શું છોકરાઓ પણ નથી બાકાત.. કાસ્ટિંગ કાઉચ અંગે ફહમાન ખાનનો ચોંકાવનારો ખુલાસો
મીકા સિંહના ગીત પર રોમેન્ટિક થઈ નાચ્યા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા, સગાઈનો Video
સોશિયલ મીડિયા પર બંને લોકોને ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેનું કારણ હતું કે બાઈક પર સવારી કરતી વખતે બંનેએ હેલ્મેટ પહેરી ન હતી. સાથે જ બાઈક ચલાવનાર લોકો પણ હેલ્મેટ વિના જોવા મળ્યા હતા. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર છે તેમને ટ્રોલ કર્યા. રિપોર્ટ્સ અનુસાર હેલ્મેટ પહેર્યા વિના બાઈક પર બેસવાના કારણે અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવી છે.
ઘટના એવી હતી કે અમિતાભ બચ્ચનને શૂટિંગના સેટ ઉપર પહોંચવાનું હતું પરંતુ ટ્રાફિકના કારણે તેમની ગાડી ફસાઈ ગઈ હતી. જેના કારણે તેમણે બાઈક સવારની મદદ લીધી અને સમયસર સેટ પર પહોંચ્યા હતા. જો અનુષ્કાની વાત કરીએ તો તે પોતાના બોડીગાર્ડ સાથે બાઈક પર જોવા મળી હતી. આ તસવીર અને વિડિયો સામે આવ્યા પછી ટ્વિટર યુઝર્સ નારાજ થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે ટ્રાફિક ના નિયમો બધા માટે એક સમાન હોય છે તો નિયમ તોડવાની સજા પણ મળવી જોઈએ.
કેટલાક લોકોએ આ અંગે ટ્રાફિક પોલીસને ફરિયાદ પણ કરી હતી જેના કારણે ટ્રાફિક પોલીસે બંને કલાકારોને નોટિસ ફટકારી અને દંડ પણ લગાવ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર અનુષ્કા શર્મા અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે અને તેમને હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ 10,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે.