નવી દિલ્હી : બોલિવૂડની સુપરહીરો ફિલ્મ્સ ભારતમાં બહુ પસંદ કરવામાં આવે છે. 14 ડિસેમ્બરે ભારતમાં રિલીઝ થયેલી જેસેન મોમોઆની 'એક્વામેન'એ દેશમાં રિલીઝ પછી 5 દિવસમાં ધમાકેદાર કમાણી કરી છે. અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 39.23 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્નર બ્રધર્સ આ ફિલ્મ અમેરિકાની રિલીઝના એક અઠવાડિયા પહેલાં ભારતમાં 14 ડિસેમ્બરે રિલીઝ થઈ. રિલીઝના પહેલા અઠવાડિયામાં આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. 


બ્રેકઅપના દુખમાંથી પસાર થઈ રહેલી નેહાએ લીધો મોટો નિર્ણય, સાંભળીને થાબડશો પીઠ


ટ્રેડ પંડિત 'એક્વામેન'નું લાઇફ ટાઇમ કલેક્શન 75 કરોડ રૂ.થી વધારે થવાનું અનુમાન છે. આ વર્ષે રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મોમાં ટોપ 10 ઓપનિંગ વિકેન્ડ કલેક્શનમાં 'એક્વામેન' પાંચમા સ્થાન પર છે. આ ફિલ્મની રિલીઝ પછી રજનીકાંતની 2.0 અને 'કેદારનાથ'નું કલેક્શન પણ ઘટ્યું છે. રજનીકાંત અને અક્ષયકુમારની '2.0'એ ભારતમાં ત્રીજા અઠવાડિયે માત્ર ભારતમાં 400 કરોડ રૂ.ની તેમજ કેદારનાથે 50 કરોડ રૂ.નો આંકડો પાર કરી દીધો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...