શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ એનસીબીની કસ્ટડીમાં છે. આર્યન ખાન પર આરોપ છે કે તે મધદરિયે થઈ રહેલી પાર્ટીમાં સામેલ હતો જ્યાં ડ્રગ્સનો પણ ઉપયોગ થઈ રહ્યો હતો. આર્યન ખાન એકલો નથી જેણે જેલની હવા ખાધી. અમારી સહયોગી બોલીવુડ લાઈફ ડોટ કોમના એક અહેવાલ મુજબ આ સિવાય પણ કેટલાક સ્ટાર કિડ્સ છે જેમણે જેલની હવા ખાધી છે. આવો જાણીએ તેમના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરદીન ખાન  (Fardeen Khan)
વર્ષ 2001માં ફરદીન ખાન કોકીન સાથે પકડાયો હતો. ફરદીન ખાનની ધરપકડ બાદ ખુબ બબાલ થઈ હતી. ત્યારબાદ તેને ડી-એડીક્શન ટ્રીટમેન્ટ માટે પણ મોકલાયો હતો. 



સંજય દત્ત(Sajay Dutt)
સુનિલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્તનું નામ તો વિવાદમાં ઘેરાયેલું રહે જ છે. મુંબઈ સિરિયલ બ્લાસ્ટ બાદ સંજયની ઘરમાં હથિયારો છૂપાવવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી. 



સૈફ અલી ખાન (Saif Ali Khan)
સૈફ અલી ખાનને મિસ્ટર શર્માની કમ્પ્લેન બાદ ધરપકડ કરવામાં આવ્યો હતો. મિસ્ટર શર્મા નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે સૈફે તેની સાથે ગેરવર્તણૂંક કરી અને તાજ હોટલમાં તેના નાક ઉપર પણ હુમલો કર્યો. આ ઘટના બાદ સૈફ જેલમાં ગયો હતો જો કે તે જ દિવસ તેનો છૂટકારો પણ થયો હતો. 



રાહુલ ભટ્ટ (Rahul Bhatt)
મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટનું કનેક્શન ડેવિડ હેડલી સાથે હતું જેણે 26/11 ના હુમલાનો માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. રાહુલ  ભટ્ટને આ મામલે જેલ પણ થઈ હતી. 



સલમાન ખાન  (Salman Khan)
ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટિંગ દરમિયાન જ સલમાન ખાન પર કાળા હરણની હત્યાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના બાદ સલમાન ખાન થોડા દિવસ જેલમાં પણ હતો. સલમાન ખાન પર હિટ એન્ડ રનનો પણ કેસ થયો હતો. 



સૂરજ પંચોલી
અભિનેત્રી જીયા ખાનના નિધન  બાદ સૂરજ પંચોલી જેલમાં સળિયા પાછળ હતો. સૂરજ પર આરોપ હતો કે તેણે જીયાને સ્યૂસાઈડ માટે ઉક્સાવી હતી. 



આર્યન ખાન
મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રુઝ પર એનસીબીએ દરોડો પાડ્યો અને ત્યાંથી અનેક લોકોને ડ્રગ્સ લેવા બદલ ધરપકડ કરાઈ. ધરપકડ કરાયેલા લોકોમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ હતો. આર્યન હજુ પણ એનસીબીની કસ્ટડીમાં છે. 



(તમામ તસવીરો- સાભાર ગુગલ ડોટ કોમ)