નવી દિલ્હી : આયુષ્યમાન ખુરાના બોલિવૂડમાં ઓફબિટ ફિલ્મોમાં કામ કરીને સુપરસ્ટાર બની ગયો છે. તેણે 2018માં 'બધાઇ હો' અને 'અંધાધુંધ' જેવી જોરદાર ફિલ્મો આપી છે. હવે આયુષ્યમાન ખુરાના 'કોફી વિથ કરણ'ની સિઝન 6માં એન્ટ્રી કરવાનો છે. તે આ ચેટ શોમાં એક્ટર વિક્કી કૌશલ તેને કંપની આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શોમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરતા આયુષ્યમાને ફિલ્મમેકર કરણ જોહરની હવા કાઢી નાખી હતી. આયુષ્યમાને માહિતી આપી છે કે તેની કરિયરના શરૂઆતના દિવસોમાં કરણ જોહરે તેને ઇગ્નોર કર્યો હતો. આયુષ્યમાને કહ્યું કે હું એક શોનો હોસ્ટ હતો અને અહીં મારી મુલાકાત કરણ જોહર સાથે થઈ હતી. એ સમયે મેં તેમનો નંબર માગ્યો હતો અને કહ્યું હતું કે હું એક્ટર બનવા માગુ છું તો તેમણે મને તેમનો લેન્ડલાઇન નંબર આપ્યો હતો. મેં જ્યારે તે નંબર પર કોલ કર્યો ત્યારે ત્યાં હાજર રહેલી વ્યક્તિએ કહ્યું કે અમે નવોદિતોના ઓડિશન નથી લેતા. 


રાજકુમાર રાવને લાગી એવી મોટી લોટરી કે બળીબળીને અડધા થઈ જશે બોલિવૂડના સ્ટાર્સ


કરણ જોહરે આ વાત પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મેં તને સાચો નંબર આપ્યો એ કેટલી મોટી વાત છે. મેં ચોક્કસ વિચાર્યું હશે કે તારી અંદર સારી પ્રતિભા છે. આ સાંભળીને આયુષ્યમાન ખડખડાટ હસવા લાગ્યો. આયુષ્યમાન અને વિક્કી કૌશલને ચમકાવતો આ એપિસોડ 16 ડિસેમ્બરની રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...