મુંબઇ: બાહુબલી નિર્દેશક એસએસ રાજામૌલીએ પોતાની આગામી મેગા ફિલ્મના પ્રત્યે અત્યારથી જ દર્શકોને માહિતગાર કરી દીધા છે. યુવા ટાઇગર એનટીઆર અને મેગા પાવરસ્ટાર રામ ચરણ અભિનિત, આરઆરઆર બહુચર્ચિત ફિલ્મમાંથી એક છે. રાજામૌલી જે પોતાની દમદાર કહાણીઓને લઇને પ્રસિદ્ધ છે તે લાંબા પ્રી પ્રોડક્શન સમય માટે પણ જાણિતા છે. બાહુબલીની શૃંખલાને 5 વર્ષોના સમયગાળામાં બનાવવામાં આવી હતી પરંતુ તેના પ્રી પ્રોડક્શનમાં 1.5 વર્ષનો સમય લાગ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની આ પરંપરાને યથાવત રાખતાં રાજામૌલીએ પોતાની આગામી ફિલ્મ આરઆરઆરમાં 1 વર્ષના પ્રી-પ્રોડક્શન સમયનું રોકાણ કર્યું છે. જેને 2020માં રિલીઝ કરવામાં આવશે. હાર્વર્ડ ઇન્ડિયન કોન્ફ્રેંસમાં રાજામૌલીએ કહ્યું હતું કે આરઆરઆર વધુ એક પેન-ઇન્ડિયન ફિલ્મ છે જે દર્શકોનું મનોરંજન પુરું પાડશે. 


બાહુબલી ફ્રેંચાઇઝીની ભારે સફળતા બાદ, એસએસ રાજામૌલી વધુ એક બહુભાષી ફિલ્મ બનાવી રહ્યા છે, જેને રાષ્ટ્રીય સિનેમાના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ સાથે નિર્માતા એસએસ રાજામૌલીની અંતિમ ફિલ્મ 'બાહુબલી: ધ કંક્લૂઝન'ની ભવ્યતાને પાર કરતાં એક અદભૂત સિનેમાઇ અનુભવ પ્રસ્તુટ કરવામાં કોઇ કસર છોડી રહ્યા નથી. ફિલ્મના ડાયલોગ સાઇ માધવ બુર્રા અને મદન કાર્કી દ્વારા લખવામાં આવ્યા છે અને એડિટિંગ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ એડિટર શ્રીકર પ્રસાદ દ્વારા કરવામાં આવશે. 


એસએસ રાજમૌલીની આ ફિલ્મમાં તેમની ડ્રીમ ટીમ એકવાર ફરી એકસાથે કામ કરતાં જોવા મળશે જે તે પહેલાં બાહુબલી સીરીઝમાં એકસાથે કામ કરી ચૂક્યા છે. આ ટીમમાં વિજયેંદ્વ પ્રસાદ જેવા જાણીતા સામેલ છે. જેમણે કહાણી લખી છે, ડીવીવી દાનય્યા સાથે સ્ક્રીનપ્લે અને એસ એસ રાજામૌલી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.