Rekha નું Beauty Secret સામે આવી ગયું છે! હવે ખુલી ગયું વર્ષોથી છુપાયેલું રેખાની ખુબસુરતીનું રાઝ
રેખાએ પોતાના જીવનને પણ સંતુલિત કર્યું. તેણે મોડી રાત્રે થતી પાર્ટીઓથી અંતર જાળવ્યું અને રાત્રે જલ્દી સુઈ જવાનો નિયમ બનાવ્યો. ત્યાં સુધી કે રેખા રાતનું ભોજન પણ સાંજે સાડા સાત વાગ્યા પહેલા કરી લે છે.
નવી દિલ્લીઃ બોલીવુડ દિવા રેખા એજલેસ બ્યુટી છે. રેખાને સૌંદર્યની પાઠશાળા કહેવામાં આવે છે. સૌ કોઈ જાણે છે કે કરિયરની શરૂઆતમાં રેખા ખૂબ જ બલ્કી અને ડાર્ક દેખાતી હતી. આ કારણ તેને અનેકવાર મહેણા-ટોણા સહન કરવા પડતા હતા. એ સમયે એકટ્રેસ એટલે ગોરી ત્વચા અને પાતળું ફિગર હતું. એવામાં રેખાએ હાર ન માની અને પોતાની 100 ટકા કાયા પલટ કરીને સૌની બોલતી બંધ કરી દીધી.
રેખાએ કેવી રીતે કર્યું આ કામ?
હવે બોલીવુડની આ દિવાના ફિટનેસ સીક્રેટ જાણવા તો સૌ કોઈ આતુર જ હોય. એટલે જ અમે તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છે. પોતાના વજનને કંટ્રોલ કરવા માટે રેખાએ પોતાની ડાયેટને સંતુલિત કરી. તેમણે સ્થાનિક, દેસી અને સાત્વિક ભોજનને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવ્યું. પોતાના સ્લિમ ફિગરને મેઈનટેઈન કરવા માટે રેખાએ જીવનભર આવું જ ભોજન લીધું. આજે પણ તે ઓછામાં ઓછા તેલ અને મસાલા વાળું સાત્વિક ભોજન જ લે છે.
શું છે સાત્વિક ભોજન?
સાત્વિક ભોજન એ ભોજનને કહે છે જેનું સેવન સામાન્ય રીતે યોગી અને તપસ્વીઓ કરે છે. તેમાં નૉનવેજ સામેલ નથી હોતું. સાથે જ તેલ અને મસાલા નામના હોય છે. આ ભોજનના સેવનથી શરીર સ્વસ્થ અને સંતુલિત રહે છે. આ ભોજન સાદું તો હોય છે પરંતુ તેમાં સ્વાદ પણ હોય છે. અને રેખા પણ આવા જ પ્રકારના ભોજનને લેવાનું પસંદ કરે છે.
ZEENAT AMAN ના સંબંધીએ જ તેની સાથે ફિલ્મમાં કરવો પડ્યો રેપ! જાણીને તમે પણ ચોંકી જશો
આવી રીતે કર્યું જીવનને સંતુલિત:
ભોજન અને મનના સંતુલન સાથે રેખાએ પોતાના જીવનને પણ સંતુલિત કર્યું. તેણે મોડી રાત્રે થતી પાર્ટીઓથી અંતર જાળવ્યું અને રાત્રે જલ્દી સુઈ જવાનો નિયમ બનાવ્યો. ત્યાં સુધી કે રેખા રાતનું ભોજન પણ સાંજે સાડા સાત વાગ્યા પહેલા કરી લે છે. જેથી ભોજનને પચવા માટે પર્યાપ્ત સમય મળે અને તેના ગુણોને શોષી શકે. સવારના સમયે રેખા સૂર્યોદય પહેલા જ ઉઠી જાય છે. વૃક્ષો વચ્ચે સમય વિતાવી છે અને પૂજા-પાઠ કરે છે.
અપનાવ્યા દેસી નુસખાઃ
રેખાએ પોતાની ત્વચાની રંગતમાં સુધારો કરવા માટે બેસન અને ચણાની દાળને પોતાનો હંમેશાનો સાથી બનાવી લીધી. રેખા રોજ બેસન અને ચણાની દાળનો ઉપયોગ કોઈને કોઈ રૂપમાં કરે છે. ત્વચા પર ફેસપેકના રૂપમાં બેસન લગાવે છે તો માથામાં ચણાની દાળની પેસ્ટ બનાવીને લગાવે છે.
દેસી ઉબટન, ચણાની દાળનું સ્ક્રબ, ઘરેલૂ ફેસપેક જેવી ગતિવિધિઓથી તેણે પોતાની ત્વચાના રંગને સારો કર્યો અને વાળની ચમક વધારી. આ ઘરેલું નુસ્ખાના કારણે 66 વર્ષની રેખા આજે પણ ધમાલ લાગે છે અને ખૂબસૂરતીમાં હસીનાઓને ટક્કર આપે છે. અનેકવાર એ વાત સાંભળવા મળે છે કે રેખાએ સ્કિન વાઈટનિંગ ટ્રીટમેન્ટ લીધી. જો કે તેણે પોતે ક્યારેય આ વાત નથી સ્વીકારી.
Mastram ની ચણાવાળીએ ઊઘાડી થઈ દેખાડી 'મદમસ્ત' અદાઓ, માદક વીડિયો જોવા સાયબર કેફેમાં લાઈનો!
યોગનો લીધો સહારો:
રેખાએ પોતાની ત્વચામાં કસાવટ અને ગ્લો વધારવા માટે યોગનો સહારો લીધો અને નિયમિત રૂપે રોજ સવારે યોગ કરવા લાગી. તમારા માટે એ કદાચ આશ્ચર્યની વાત હશે કે યોગથી ખૂબસૂરતી વધે છે અને રેખા તેનું મોટું ઉદાહરણ છે. રેખા યોગની સાથે રોજ ઓછામાં ઓછા 30 મિનિટ માટે ધ્યાન પણ કરે છે. યોગ અને ધ્યાન જો રોજ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિના ઑરામાં ગજબનું આકર્ષણ આવે છે.
રેખાએ આ જ વૈદિક વિધિને જીવનમાં ઉતારી અને 66 વર્ષની ઉંમરમાં પણ તેનું નિયમિત રૂપે પાલન કરે છે. ધ્યાન કરવાથી તમારી પોતાની ઈન્દ્રિયો પર પકડ બને છે. મનની ચંચળતા દૂર થાય છે અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. જેનાથી તમે જે કામ કરો છો, તેને કરવાની ઊર્જા અને લગનમાં વધારો થાય છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube