કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂ થયેલું મીટુ અભિયાન હવે કોલકાતા પહોંચ્યુ છે. બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રીએ નિર્દેશક અરિંદમ સિલ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે ફિલ્મ દિગ્દર્શકે તેને પહેલા ખોળામાં બેસવાનું કહ્યું અને ત્યારબાદ તેની મરજી વગર તેને કીસ કરી લીધી. અભિનેત્રીનો દાવો છે કે આ દરમિયાન સેટ પર ઘણા લોકો  હાજર હતા અને આ બધુ જોઈને હસી રહ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રીએ દિગ્દર્શક અરિંદમ સિલના કોલકાતા કાંડના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ઉપર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. બાંગ્લા અભિનેત્રીએ હવે આ મામલે કાનૂની મદદ માંગવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળ મહિલા આયોગના અધ્યક્ષ લીના ગંગોપાધ્યાયે કહ્યું કે અભિનેત્રીનું કહેવું છે કે તેનું જાહેરમાં અપમાન થયું છે. આવામાં તે માફી પણ જાહેરમાં જ સ્વીકારશે. દિગ્દર્શક સિલ તેમની લેખિતમાં જાહેરમાં માફી માંગે. હાલ અરિંદમ સિલને ડાયરેક્ટર એસોસિએશનમાંથી સસ્પેન્ડ કરાયા છે. 


મળતી માહિતી મુજબ આ ઘટના 3 એપ્રિલના રોજ 'એક્ટી ખુનીર સંધાને મિટિન' ફિલ્મના સેટ પર ઘટી હોવાનું કહેવાય છે. અભિનેત્રીના જણાવ્યાં મુજબ પહેલા તો તેમણે મને ખોળામાં બેસવાનું કહ્યું. મે ના પાડી તો તેમણે આદેશાત્મક સ્વરમાં કહ્યું કે હું કહું છું, બેસો. દબાણ એ રીતનું હતું કે હું સમજી ન શકી કે ના કેવી રીતે પાડું. જ્યારે હું બેસી ગઈ તો તેમણે મારા ગાલ પર કિસ કરી લીધી. અભિનેત્રીએ જણાવ્યું કે ખુબ આઘાતજનક હતું. હું ઝડપથી દૂર હટી ગઈ. દિગ્દર્શક સિલ એવું કરવા લાગ્યા જાણે કઈ થયું જ નથી. આ દરમિયાન ત્યાં હાજર લોકો એવી રીતે હસવા લાગ્યા જાણે કોઈએ જોક માર્યો હોય. અભિનેત્રીના જણાવ્યાં મુજબ જ્યારે ડાયરેક્ટર મોનીટર સામે ગયા તો મે તેમને આ અંગે કહ્યું. તેના પર તેમનો જવાબ હતો કે શું તને મજા ન આવી?


અભિનેત્રીએ કહ્યું કે તે કઈ ઘટના પર કહી રહ્યા છે કે આ એક્સીડન્ટલી થયું હતું. અસલમાં તેઓ લોકોની આંખમાં ધૂળ ઝોકી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો મારી માફી માંગ્યા બાદ પણ તેઓ આવું કરી રહ્યા હોય તો મારે કાનૂનની મદદ લેવી પડશે. અભિનેત્રીએ કહ્યું કે પ્રોડક્શન હાઉસે મને નિશ્ચિત કરી હતી કે આ પ્રકારની ઘટના ફરીથી નહીં થાય. આ સાથે જ મારી સાથે મારી સુરક્ષા માટે સેટ પર કોઈને કોઈ હાજર રહેવાની પણ વાત કરી હતી. ત્યારબાદ હું ફરીથી સેટ પર પાછી ફરી હતી. મારા માટે કિસવાળી ઘટના ખુબ ભયાનક હતી, આમ છતાં મે શુટિંગ રોક્યું નહીં. કારણ કે તેનાથી અનેક લોકો ઉપર અસર પડત. 


અભિનેત્રીએ પશ્ચિમ બંગાળ મહિલા આયોગ સામે જુલાઈમાં ફરિયાદ નોંધાવી હતી. તેની પહેલી સુનાવણી 21 જુલાઈના રોજ  થઈ હતી. આ માલે દિગ્દર્શક સિલે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે હાલ મારા દિમાગમાં કશું નથી. મારો અંતરાત્મ સંપૂર્ણ રીતે સાફ છે. જો કોઈ પણ ઈરાદાવગર ઘટેલી ઘટના પર તેમને તકલીફ પહોંચી હોય તો હું તેમની માફી માંગુ છું. દિગ્દર્શકે કહ્યું કે આ મામલે વિશેષજ્ઞોની સલાહ લઈ રહ્યો છું. મે બધુ સમય પર છોડી દીધુ છે. લોકોને અધિકાર છે કે તેઓ જે ઈચ્છે તે કહે. પરંતુ મારું માનવું છે કે તેમને કશું ખબર નથી.