નવી દિલ્હી: ટીવીની દુનિયાનો ચર્ચિત શો 'બિગ બોસ' ફરી એકવાર પોતાની આગામી સિઝનની તૈયારીઓમાં લાગી ગયો છે અને આ વખતે શોની થીમ જોડી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ 'બિગ બોસ'ના ઘરમાં ઘણા બધા ધમાકા જોવા મળશે પરંતુ આ વખતે આ શોમાં જોડીઓ જોવા મળશે અને તેના લીધે શોને લઇને ફેન્સમાં ઉત્સુકતા થોડી વધી ગઇ છે. આ કડીમાં 'બિગ બોસ' દ્વારા શોમાં યુવા પહેલવાન લાભાંશુ શર્મા અને તેમના ગુરૂ પવન કુમારને શોમાં આવવા માટે ઓફર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે લાભાંશુ ઉત્તરાખંડનો રહેવાસી છે અને આજકાલ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સુશીલ કુમાર સાથે પહેલવાનીના ગુર શીખી રહ્યો છે. લાભાંશુનું નામ તે યુવા ખેલાડીઓમાં સામેલ છે જેમને દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે-સાથે ત્રણેય સેનાના પ્રમુખો દ્વારા સન્માન પ્રાપ્ત થયું છે. આ આમંત્રણને લઇને લાભાંશુ ખૂબ ઉત્સાહીત છે અને તેમને એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'બિગ બોસ' તેમનો મનપસંદ શો છે અને જો બિગ બોસ વખતે કોઇ ટૂર્નાર્મેંટ નહી હોય તો તે આ શોનો જરૂર ભાગ બનશે.

'સંજૂ'માં આમિરને ઓફર થયો હતો આ જબરદસ્ત રોલ, પરંતુ કેમ ના પાડી? જાણો કારણ


લાંભાશુનું કહેવું છે કે બિહ બોસ એક સારો શો છે અને આ શોમાં જીંદગીના ઘણા રૂપ જોવા મળે છે. એવામાં જો તેમને શોનો ભાગ બનવાની તક મળે છે તો તેમને ખુશી થશે પરંતુ દેશ માટે રમવું અને ઓલંપિક જીતવો તેમનું સપનું છે. લાભાંશુએ જણાવ્યું કે તેમને પોતાની માતા આરતી શર્મા પાસેથી પ્રેરણા મળે છે જે દિલ્હી પોલીસમાં સબ-ઇંસપેંક્ટરના પદ પર કાર્યરત છે. લાભાંશુએ 11મા બાદ કુશ્તીની શરૂઆત કરી હતી પહેલીવાર જામા મસ્જિદના અખાડામાં આયોજિત દંગલમં ભાગ લીધો હતો અને જીત પ્રાપ્ત કરી હતી. અત્યાર સુધી 16 પદક અને 8 સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે.