નવી દિલ્હી: ભારતીય ટેલિવિઝન જગતના સૌથી ફેમસ અમે વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 14મી સીઝન આવી ચૂકી છે. શનિવારે રાત્રે 9 વાગે 'બિગ બોસ 14 (Bigg Boss 14)'નું ગ્રાંડ ઓપનિંગ એટલે કે પ્રીમિયર થયું. કોન્ટ્રોવર્સી માટે ફેમર આ શોનો પ્રથમ વિવાદ સામે આવ્યો છે. સારા ગુરપાલ (Sara Gurpal)એ ગત રાત્રે સલમાન ખાન સામે પોતાને સિંગલ બતાવ્યા છે. પંજાબી સિંગરના આ દાવા બાદ તુષાર કુમારે દાવો કર્યો છે કે સારા ગુરપાલ તેમની પત્ની છે અને બંનેએ વર્ષ 2014માં જ લગ્ન કરી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા ગુરૂપાલનું સત્ય સામે આવ્યું
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com માં પ્રકાશિત ખબરના અનુસાર, પોતાની વાતને સાબિત કરવા માટે તુષાર કુમારે સારા ગુરપાલ સાથે પોતાની કેટલીક તસવીરો અને મેરેજ સર્ટિફિકેટ જાહેર કર્યા છે. આ તસવીરોમાં સારા ગુરપાલ તુષાર કુમાર સાથે જોવા મળી રહી છે. જેમાં તે માંગમાં સિંદૂર લગાવીને અને ચૂડો પહેરેલી જોવા મળે છે. જ્યારે રજૂ કરવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટમાં સારા ગુરપાલનું નામ રચના દેવી લખેલું છે. બોલીવુડ લાઇફ પાસે આ એક્સક્લૂસિવ મેરેજ સર્ટિફિકેટ છે. જુઓ આ તસવીર.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube