શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગ

ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાય મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માગણી કરવાનો, આંદોલન કરવાનો અને શાંતિ પુર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકારી છે. દુખ છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભરતીની રજુઆત માટે ગાંધીનગર એકઠા થવુ પડે છે. 

શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કામયી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે. આજે ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાય મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માગણી કરવાનો, આંદોલન કરવાનો અને શાંતિ પુર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકારી છે. દુખ છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભરતીની રજુઆત માટે ગાંધીનગર એકઠા થવુ પડે છે. 

તેમણે ઉમેર્યુ કે સરકારમાં શિક્ષકની અનેક જગ્યાઓ ખાલી છે. જ્ઞાન સહાયકથી ના શિક્ષકને કે ન વિદ્યાર્થીને સંતોષ મળે ટાટ ટેટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવા માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. ચુંટણી અગાઉ સરકારે 15 જુન સુધી ભરતી કરવાની ખાત્રી આપી હતી. આજે 18 તારીખ થઇ છતાં ભરતી થઇ ન હોવાથી ઉમેદવારો માત્ર ગાંધીનગર રજુઆત કરવા ગયાં ત્યાં ઉમેદવારો સાથે સરકારનું વર્તન અયોગ્ય રહ્યું હતું.

રજુઆત કરવા એકઠા થયેલા ઉમેદવારોમાં દિકરીઓ પણ હતી. દિકરી સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે જોઈ શિક્ષકોએ તેમણે કહ્યું કે શિક્ષકો સાથે કરવામાં આવેલો વ્યવહાર અયોગ્ય છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ પ્રકારે આપણી સરકારમાં ચાલતુ હોય તો તે વ્યાજબી નથી. 

મુખ્યમમંત્રી સુચના આપે કે જે ઉમેદવરોને જે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હોય તેમણે મુક્ત કરવામાં આવે અને તેમની સાથે સંવાદ કરવામાં આવે, સરકાર આ અંગે સકારાત્મક વિચારણા કરે. ટેટ ટાસ પાસ ઉમેદવારોની માંગણી વ્યાજબી છે તેમની કાયમી ભરતી કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news