ભારતમાં એક એવું ગામ છે જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્ય

Village Of Twins: જોડિયા બાળકો હોવા સામાન્ય વાત નથી, પરંતુ આ વાત ભારતના એક ગામ પર લાગૂ થતી નથી. અહીં અમે કેરલના મલપ્પુરમ જિલ્લામાં સ્થિત કોડિન્હી ગામની વાત કરી રહ્યાં છીએ. તેને વિલેજ ઓફ ટ્વિન્સ પણ કહેવામાં આવે છે. આજે અમે તમને આ અનોખા ગામ વિશે જણાવીશું. 
 

સૌથી વધુ જોડિયા બાળકો ધરાવતું ગામ

1/6
image

એક રિપોર્ટ અનુસાર જોડિયા બાળકો હોય તે ખુબ ઓછું જોવા મળે છે. ભારતમાં દર 1000 બાળકોમાં માત્ર 9 જોડિયા બાળકો પેદા થાય છે. પરંતુ કેરલના આ ગામમાં લગભગ દરેક ઘરમાં એક જોડિયા બાળકો છે. 2008ના ડેટા અનુસાર બે હજારની વસ્તીવાળા આ ગામમાં જુડવા બાળકોની સંખ્યા 400 હતી.  

વૈજ્ઞાનિકો પણ થયા ફેલ

2/6
image

કોડિન્ગહી ગામમાં એવું શું છે કે અહીં જોડિયા બાળકોની આટલી સંખ્યા છે? જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિક પણ હજુ શોધી શક્યાં નથી. જેના કારણે ગામનું રહસ્ય યથાવત છે.  

ટ્વિન ટાઉનના નામથી છે ફેમસ

3/6
image

જોડિયા બાળકોની સંખ્યા વધુ હોવાને કારણે કોડિન્હીને ટ્વિન ટાઉન નિકનેમ આપવામાં આવ્યું છે. અહીં ટ્વિન્સ એન્ડ કિન એસોસિએશન પણ બનાવવામાં આવ્યું છે, જે ટ્વિન્સને આર્થિક મદદ પહોંચાડે છે. 

ગામમાં લાગેલું છે ખાસ બોર્ડ

4/6
image

જ્યારે તમે કેરલના આ ગામમાં જશો તો એન્ટ્રી પોઈન્ટ પર એક બ્લૂ બોર્ડ લાગેલું છે, જે આ ગામના રહસ્યને જણાવે છે. તેના પર લખેલું છે ભગવાનના જોડિયા ગામમાં તમારૂ સ્વાગત છે- કોડિન્હી

ગામના નામે અનેક ગીનીસ વર્લ્ડ રેકોર્ડ

5/6
image

ઘણા રિપોર્ટ્સ અનુસાર ગામમાં લગભગ બે હજાર પરિવાર રહે છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે તેમાંથી ઓછામાં ઓછા ચાર સો જોડિયા છે. આ ગામમાં દરેક ઉંમરના જોડિયા બાળકો છે, જેના નામે ઘણા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ છે.  

ત્રણ પેઢીથી જન્મી રહ્યાં છે જુડવા બાળકો

6/6
image

આ ગામ ખુબ સમયથી જોડિયા બાળકોની વધતી વસ્તી માટે ચર્ચામાં રહ્યું છે. અહીંના લોકો અનુસાર જોડિયા બાળકો છેલ્લી ત્રણ પેઢીઓથી આ ગામની શેરીઓમાં ફરી રહ્યાં છે, જેમાં સૌથી મોટી જોડી 1949માં પેદા થઈ હતી.