નવી દિલ્હી: બિગ બોસ સીઝન 15(Bigg Boss 15) ની શરૂઆતમાં હવે થોડો જ સમય બચ્યો છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પહેલા કેટલીક ચીજો સોશિયલ મીડિયા પર આવવાની શરૂ થઈ ગઈ છે. શોની શરૂઆત આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર થવાની છે. જેમાં સ્પર્ધકોના નામથી લઈને આ વખતના બિગ બોસ હાઉસની ડિઝાઈન સુદ્ધાનો ખુલાસો થશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહ્યો છે ઘરનો વીડિયો
આ શો શરૂ થાય તે પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બિગ બોસ હાઉસ (Bigg Boss House) નું કન્સ્ટ્રક્શન થતું જોવા મળી રહ્યું છે. અનેક લોકો મળીને જોર શોરથી સેટની આખી ડિઝાઈન તૈયાર કરવામાં લાગ્યા છે. બેકગ્રાઉન્ડમાં બિગ બોસની મોટી આંખ જોવા મળી રહી છે. જે આ શોની ઓળખ છે. 


Photos: આ 10 વેબ સિરીઝમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે બોલ્ડ દ્રશ્યો, ઘરના કોઈ ખૂણે સંતાઈને જોવી પડે


વીડિયોમાં શું જોવા મળે છે
આ ઉપરાંત ઘરની ટ્રાન્સપરન્ટ છત અને રંગ બેરંગી ડિઝાઈનર દીવાલો જોવા મળી રહી છે. જેના પર ખુબસુરત પેઈન્ડિંગ્સ જોવા મળે છે. ઘરની આ ડિઝાઈન કૂલ હોવાની સાથે સાથે આ વખતે સિટિંગ અરેન્જમેન્ટ અને ફર્નિચર પણ ખુબ ડેશિંગ લાગે છે. વીડિયોમાં દાવો થઈ રહ્યો છે કે તે આ વખતનું બિગ બોસનું ઘર છે. જો કે ઝી મીડિયા તે વાતની પુષ્ટિ કરતું નથી. 


જુઓ વાયરલ Video


Video: 'ગંદી બાત'ની આ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં ન્યૂડ જોવા મળી, બોલી- મે કશું જ પહેર્યું નથી, વીડિયો જોઈ સ્તબ્ધ થશો


6 અઠવાડિયા સુધી ચાલશે OTT પર શો
અત્રે જણાવવાનું કે બિગ બોસ સીઝન 15ની શરૂઆત વૂટ સિલેક્ટ પર થશે. શોની શરૂઆતના 6 અઠવાડિયા OTT પર જ ચાલશે. શોને OTT પર દિગ્ગજ ફિલ્મમેકર કરણ જૌહર હોસ્ટ કરશે. અને શો જ્યારે ટીવી પર પ્રસારિત થશે ત્યારે તેને સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરશે. આ વખતે પહેલીવાર મેકર્સે શોનો આ કોન્સેપ્ટ બદલ્યો છે પરંતુ તેને કેવો રિસ્પોન્સ મળશે તે તો સમય જ જણાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube