Video: 'ગંદી બાત'ની આ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં ન્યૂડ જોવા મળી, બોલી- મે કશું જ પહેર્યું નથી, વીડિયો જોઈ સ્તબ્ધ થશો

ગહેનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ લાઈવ કર્યું. આ સમગ્ર લાઈવ સ્ટ્રીમ દરમિયાન ગહેના સંપૂર્ણ ન્યૂડ હતી અને તેણે ફેન્સને પૂછ્યું કે શું તે આ વીડિયોમાં વલ્ગર લાગે છે? તેનો આ વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. 

Video: 'ગંદી બાત'ની આ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં ન્યૂડ જોવા મળી, બોલી- મે કશું જ પહેર્યું નથી, વીડિયો જોઈ સ્તબ્ધ થશો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફી અને આ પ્રકારના વીડિયો શૂટ  થયા બાદ તેને એક એપ્લિકેશન દ્વારા સ્ટ્રીમ કરવાના આરોપ લાગ્યા છે. કોર્ટમાં બંને પક્ષો પોતાની દલીલો આપી રહ્યા છે પરંતુ રાજના વકીલનું સતત કહેવું છે કે રાજ કુન્દ્રા જે કરી રહ્યા હતા તે ઈરોટિકા શ્રેણીમાં આવે છે, પરંતુ તેને પોર્ન કહી શકાય નહીં. આ બધા વચ્ચે હવે આ કેસમાં વધુ એક ચર્ચિત નામ ગહેના વશિષ્ઠનો એક વીડિયો વાયરલ થયો છે. 

ન્યૂડ થઈને કર્યું લાઈવ
રાજ કુન્દ્રા મામલે બધા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને હવે આ મામલે મહત્વની સાક્ષી રહેલી અભિનેત્રીઅને મોડલ ગહેના વશિષ્ઠનો એક વીડિયો સામે આવી ગયો છે. ગહેનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ લાઈવ કર્યું. આ સમગ્ર લાઈવ સ્ટ્રીમ દરમિયાન ગહેના સંપૂર્ણ ન્યૂડ હતી અને તેણે ફેન્સને પૂછ્યું કે શું તે આ વીડિયોમાં વલ્ગર લાગે છે? તેનો આ વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. 

મેં કશું જ પહેર્યું નથી
ગહેનાએ આ વીડિયોમાં કહ્યું છે કે 'હેલો દોસ્તો, દોસ્તો હું તમારા બધાની સામે લાઈવ બેઠી છું. મને જણાવો કે હું શું વલ્ગર લાગુ છું? શું હું ચીપ લાગુ છું? કે પછી એવી લાગુ છું કે જેને તમે પોર્ન કન્ટેન્ટમાં ગણી શકો?' ગહેનાએ પોતાના વીડિયોમાં કહ્યું કે 'મે કશું જ પહેર્યું નથી, કઈ જ નહીં. જેને તમે કહો કે એક પોઈન્ટ પણ નહીં, કશું જ નહીં.'

ફેન્સને પૂછ્યા આ મોટા સવાલ
ગહેનાએ કહ્યું કે 'મારું કહેવું એ છે કે મે કશું જ પહેર્યું નથી પરંતુ આમ છતાં તમે તેને પોર્નની કેટેગરીમાં કાઉન્ટ કરતા નથી, અને મારા બાકી વીડિયો છે જેમાં મે સારા રીતે કપડાં પહેર્યા છે તેને તમે આમ છતાં પોર્ન કહી રહ્યા છો. આ તો ખોટી વાત છે. બધા લોકો કહી રહ્યા છે કે પોર્ન શૂટ કર્યું છે, પોર્ન શૂટ કર્યું છે. હાલ મે એક કપડું પહેર્યું નથી, છતાં તમે પણ કહી રહ્યા છો કે આ વલ્ગર નથી.'

કપડાં વગર કર્યું લાઈવ
વીડિયો શેર કરતા ગહેના વશિષ્ઠે કેપ્શનમાં લખ્યું કે 'કપડાં વગર લાઈવ કર્યું. હું આ વીડિયોમાં કપડાં વગર છું આમ છતાં કોઈ તેને પોર્ન કહેતું નથી. પરંતુ જ્યારે હું પૂરા કપડાં પહેરેલી હોઉ છું ત્યારે લોકો કહે છે કે મે પોર્ન શૂટ કર્યું છે. બેવડી માનસિકતાની પણ હદ હોય છે.' ગહેનાના આ વીડિયોમાં કોમેન્ટ  બોક્સમાં ફેન્સે બંને પ્રકારની પ્રતિક્રિયા આપી છે. કેટલાકે નારાજગી વ્યક્ત કરી તો કેટલાક તેને સપોર્ટ કર્યો. 

ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news