Munawar Faruqui:બિગ બોસ 17 ના વિનર મુનાવર ફારૂકીની તબિયત ખરાબ થઈ છે. મુનાવર ફારૂકી હોસ્પિટલમાં એડમિટ છે. મુનાવર ફારૂકીની તબિયત લથડી હોવાની ખબર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના એક મિત્રએ સોશિયલ મીડિયા પર મુનાવર ફારૂકીનો ફોટો શેર કર્યો. મુનાવર ફારુકીનો આ ફોટો શેર થયા પછી ટ્વિટર પર ગેટ વેલ સુન મુનાવર ફારૂકી ટ્રેન્ડ થવા લાગ્યું છે. સ્ટેન્ડ અપ કોમેડી થી લોકોનું દિલ જીતનાર ફારૂકીના સ્વાસ્થ્ય માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં જોવા મળે છે કે મુનાવર ફારૂકી બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેને ડ્રીપ ચઢી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પ્રતિક ગાંધીની ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ


મહત્વનું છે કે એપ્રિલ 2024માં મુનાવર ફારૂકીની તબિયત ખરાબ થઈ હતી. તે સમયનો પણ એક ફોટો સામે આવ્યો હતો જેમાં પણ તેને ડ્રીપ ચડી રહી હતી. ત્યાર પછી ફરી એક વખત મુનાવર ફારૂકી હોસ્પિટલમાં એડમિટ હોય તેવો ફોટો વાયરલ થયો છે. 


આ પણ વાંચો: પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય


મુનાવર ફારૂકી હોસ્પિટલમાં એડમિટ છે તે વાત ત્યારે સામે આવી જ્યારે તેના નજીકના એક મિત્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર સ્ટોરીમાં મુનાવર ફારૂકીનો હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર થયા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ મુનાવર ફારૂકીનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. સાથે જ તેમાં મુનાવર ફારૂકીની રિકવરી ઝડપથી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયા પછી મુનાવર ફારૂકીના ફેન્સ પણ ચિંતામાં પડી ગયા છે. 



મુનાવર ફારૂકી આ ફોટો શેર થયા પછી ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે શું આ જૂનો જ ફોટો છે કે ફરી એક વખત મુનાવર ફારૂકી હોસ્પિટલમાં એડમિટ છે. મુનાવર ફારૂકીની તબિયત અંગે પરિવાર કે તેની ટીમ તરફથી કોઈ જ સત્તાવાર અપડેટ શેર કરવામાં આવી નથી.