જોધપુર : રાજસ્થાનના બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં આજે ભારે ઉત્તેજના વચ્ચે કોર્ટે આખરી સુનાવણી હાથ ધરી છે. કોર્ટમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે સહિત ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટે ફેંસલો સંભળાવતાં પહેલા બધાના ફોન બહાર રખાવી દીધા હતા. કોર્ટે મુખ્ય આરોપી સલમાન ખાનને દોષી ગણાવ્યા છે. ફરિયાદી પક્ષે તેમને 2 વર્ષની સજાની માંગ કરી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સલમાનને દોષી ગણવામાં આવ્યા છે. કોર્ટે આ કેસમાં બાકીના સાથીઓને છોડી મુકવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 આ કેસના મુખ્ય આરોપી સલમાન ખાનને સજા થશે કે મુક્તિ મળશે ? એને લઇને આ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો. સવારથી કોર્ટ સંકુલ બહાર સલમાન ખાનના ફેન્સ અને લોકોની ભીડ જામી હતી. હાઇ પ્રોફાઇલ કેસમાં શું થાય છે? એને લઇને સવારથી જ ભારે ઉત્તેજના છવાઇ હતી. આ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે કોર્ટમાં આવી પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે 20 વર્ષ જૂના આ કેસમાં છેવટે પોતાનો ફેંસલો સંભળાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.  


સલમાનની બહેન, ભાણીયા સહિત કોર્ટ આવ્યા...


અહીં નોંધનિય છે કે, આ મામલે સીજીએમ ગ્રામીણ દેવકુમાર ખત્રીએ 4 ફેબ્રઆરીએ સુનાવણી સમાપ્ત કરી હતી અને ફેંસલો અનામત રાખ્યો હતો. આરોપ છે કે 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈ ના શૂટિંગ દરમિયાન જોધપુર નજીકના કાંકાણી ગામમાં સલમાન ખાને બે કાળિયારનો શિકાર કર્યો હતો. 



શિકાર સમયે જીપમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નિલમ પણ હાજર હતા. આ બધા પર શિકાર કરવા માટે સલમાન ખાનને ઉશ્કેરવાનો આરોપ છે. જ્યારે આ શિકાર માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર મામલે પણ બિન પરવાનગીથી હથિયાર રાખવા અંગે આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધાયો છે. 



શું છે સમગ્ર કેસ


અહીં તમને જણાવી દઇએ કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે સલમાન ખાને હરણોનો શિકાર કર્યો તે સમયે બધા આરોપી જિપ્સી ગાડીમાં સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે જિપ્સીમાં હાજર બધા સ્ટાર્સે સલમાન ખાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને બધા ગામવાળા એકઠા થઇ ગયા હતા. ગામવાળા ત્યાં આવી જતાં સલમાન ખાન ગાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો અને બંને કાળીયાર ત્યાં પડ્યા હતા.


કાળિયાર કેસનો ઘટનાક્રમ


  • વર્ષ 1998માં કાળિયારનો શિકાર

  • 2 ઓક્ટોબર 1998માં દાખલ થયો કેસ

  • સલમાન અને અન્ય 3 સામે કેસ દાખલ

  • 12 ઓક્ટોબર 1998માં સલમાન ખાનની ધરપકડ

  • 10 એપ્રીલ 2006માં સલમાન દોષી જાહેર

  • 5 વર્ષની સજા, 25 હજારનો દંડ

  • 31 ઓગસ્ટ 2007માં રાજસ્થાન HCએ દોષી ઠેરવ્યા

  • સલમાનની અપીલ બાદ સજા સસ્પેન્ડ કરાઈ

  • HCએ આર્મ્સ એક્ટ કેસમાં 2017માં નિર્દોષ જાહેર કર્યા

  • 24 જુલાઈ 2012 રાજસ્થાન HCએ આરોપ નક્કી કર્યા

  • 9 જુલાઈ 2014 SCએ સલમાનને સામે નોટીસ જાહેર કરી

  • 25 જુલાઈ 2016એ રાજસ્થાન HCએ નિર્દોષ જાહેર કર્યા

  • 19 ઓક્ટોબર 2016માં ચુકાદાને SCમાં પડકારાયો

  • રાજસ્થાન સરકારે HCના ચુકાદાને SCમાં પડકાર્યો

  • 1 માર્ચ 2017થી કેસની ટ્રાયલ શરૂ થઈ

  • 28 માર્ચ 2017માં આખા કેસની સુનાવણી પૂર્ણ થઈ

  • 5 એપ્રીલ 2018માં સલમાન દોષિત જાહેર થયો


આ કલમો હેઠળ થશે સજા
તમને જણાવી દઇએ કે આ કેસમાં સલમાન વિરૂદ્ધ વન્ય જીવ સંરક્ષણની કલમ 9/51 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી તથા દુષ્યંત સિંહ વિરૂદ્ધ વન્ય જીવ સંરક્ષણની કલમ 9/52 અને આઇપીસી કલમ 149 હેઠળ આરોપ લગાવતાં સજા આપવાની માંગ કરવામાં આવી છે. જો કોર્ટ સલમાન સાથે બાકી આરોપીઓને દોષી ગણે છે તો તેમને વાઇલ્ડ લાઇફ એક્ટ 9/51 તથા 9/52 હેઠળ ઓછામાં ઓછી એક વર્ષથી માંડીને છ વર્ષની જેલ થઇ શકે છે. 


ચાર કેસમાં ફસાયા સલમાન ખાન
તમને જણાવી દઇએ કે સલમાન ખાન વિરૂદ્દ જોધપુરમાં ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ કેસ કાળીયાર શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી બે કેસ પર સલમાન ખાનને કોર્ટે સજા સંભળાવી છે. તો બીજી તરફ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે સલમાન ખાનને મુક્ત કરી દીધો હતો અને સલમાન ખાન વિરૂદ્ધ ચોથા કેસમાં આજે ચૂકાદો આપવાનો છે. હવે આ કેસમાં સલમાન ખાન અને તેના સાથીઓને કોર્ટ મુક્ત કરે છે કે સજા સંભળાવે છે તેનો જવાબ થોડીવારમાં મળી જશે.