નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરી મંગળવારના બપોરે હાર્ટ એકટે આવવાથી નિધન થયું છે. 58 વર્ષીય રાજીવ કપૂરને ચેમ્બુરમાં તેમના ઘરની નજીક સ્થિત Inlaks Hospital લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીવને રામ તેરી ગંગા મેલી જેવી તમામ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી આ સમાચારની પુષ્ટી કરી છે. નીતૂ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રાજીવ કપૂરની તસવીર શેર કરી લખ્યું- રેસ્ટ ઈન પીસ, તેમણે હાથ જોડવા વાળી ઇમોજી મુકી તેમની ભાવનાઓ વ્યક્ત કરી છે.


આ પણ વાંચો:- સલમાન ખાનનો ફોટો ક્રોપ કરતા જ જાણો કેમ ટ્રોલ થઈ Shraddha Kapoor?


રાજીવ કપૂરે હિન્દી સિનેમામાં અભિનેતા, પ્રોડ્યૂસર અને નિર્દેશક તરીકે કામ કર્યું હતું. શમ્મી કપૂર અને શશિ કપૂર રાજીવના કાકા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમણે વર્ષ 1983 માં રિલીઝ થયેલી ફિલ્મ એક જાન હે હમથી સિલ્વર સ્ક્રીન પર અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 1985 માં રિલીઝ થયેલી ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં રાજીવે લીડ રોલ પ્લે કર્યો હતો. આસમાન, લવર બોય, જબરદસ્ત અને હમ તો ચલે પરદેશ તેમની સૌથી પોપ્યુલર ફિલ્મોમાં સામેલ છે.


આ પણ વાંચો:- આ કેન્દ્રીય મંત્રીની પુત્રી કરશે બોલીવુડમાં એન્ટ્રી, નામ જાણીને ચોંકી જશો 


દિગ્ગજ બોલીવુડ સિંગર લતા મંગેશકરે ટ્વિટર પર ટ્વીટ કરી રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા મંગેશકરે તેમના ટ્વીટમાં લખ્યું- મને અત્યારે જાણવા મળ્યું કે, રાજ કપૂર સાહેરના નાના પુત્ર, ગુણી અભિનેતા રાજીવ કપૂરનું આજે નિધન થયું છે. સાંભળીને દુ:ખ થયું. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. લતાના ટ્વીટ પર તમામ ફેન્સે પણ રાજીવ કપૂરની આત્માને શાંતિની પ્રાર્થના કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube