નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ઈદનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે ઈદ ખુબ અલગ છે કારણ કે વિશ્વભરમાં કોરોના જેવી જીવલેણ બીમારી વચ્ચે ઈદની ઉજવણી કરવી પડી રહી છે. બોલીવુડ સ્ટારે પણ પોતાના ફેન્સને નિરાશ કર્યા નથી અને તેને ઈદની શુભકામનાઓ આપી છે. ઈદ વિશ કરનારમાં અમિતાભ બચ્ચન, મનોજ વાજપેયી, નુસરત ભરૂચા, અમીષા પટેલ જેવા તમામ સિતારા સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનાયક અમિતાભ બચ્ચને ફેન્સને ઈદની શુભેચ્છા આપતા ટ્વીટ કરી લખ્યુ, 'બધા લોકોને ઈદની શુભેચ્છા અને આ મુબારક દિન શાંતિ, સદ્ભાવ, સારૂ સ્વાસ્થ્ય, હંમેશા માટે દોસ્તી અને પ્રેમ માટે પ્રાર્થનાઓ. શાંતિ અને પ્રેમથી આપણે એક સાથે રહીએ અને આપણા પરિવારમાં ભાઈચારો બન્યો રહે. એક રહીએ અને એક બન્યા રહીએ.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube