મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં 93 દિવસ પસાર થઈ ચુક્યા છે પરંતુ અત્યાર સુધી મોતનું કારણ સામે આવી શક્યું નથી. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલદી CBI તપાસનો અંતિમ રિપોર્ટ રજૂ કરવાની છે. હવે ફાઇનલ રિપોર્ટ દેશને ચોંકાવનારો હશે કે નહીં તે થોડા દિવસમાં સ્પષ્ટ થી જશે. પરંતુ બોલીવુડની મુશ્કેલી વધવાની છે. ખબરો પ્રમાણે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીના રડારમાં ઘણા સિતારા છે. જેના નામ રિયાએ પૂછપરછમાં લીધા છે. એટલે સ્પષ્ટ છે કે સિતારાઓની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે અને હવે મામલાએ રાજકીય રૂપ પણ લઈ લીધું છે. 


મહત્વનું છે કે આજે CBIએ ગોવાથી 74 વર્ષના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે જે cris costaને LSD ડ્રગ્સ આપતો હતો. આ વ્યક્તિ પાસે 16 લાખ રૂપિયા પણ જપ્ત થયા છે. NCBના સૂત્રો પ્રમાણે નોર્થ ગોવામાં થનારી ઘણી પાર્ટીઓમાં આ વ્યક્તિ ડ્રગ્સની સપ્લાઈ કરતો હતો. ત્યારબાદ Cris Costa એ LSD ડ્રગ્સની સપ્લાઈ અનુજ કેસવાનીને કરી હતી. એનસીબીએ આ મામલાની જાણકારી આવકવેરા વિભાગને પણ આપી છે. 


ટાપુ પર થતી હતી સુશાંતની 'ડ્રગ પાર્ટી', રિયાએ NCBને જણાવ્યા આ અભિનેત્રીઓના નામ!


તો સૂત્રો પ્રમાણે સીબીઆઈ આ કેસને જલદી બંધ કરવાની છે. સુશાંતના મોત મામલામાં અંતિમ તપાસ રિપોર્ટ નિર્ણાયક હશે, અને તેમાં કોઈ કન્ફ્યૂઝન હશે નહીં. 17 સપ્ટેમ્બરે થનારી મેડિકલ ટીમની બેઠક પહેલા ફાઇનલ રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવશે અને ફોકસ સ્યુસાઇડ થિયરી પર જ રાખવામાં આવ્યું છે. 


તો સીબીઆઈની ટીમની સાથે એમ્સના ડોક્ટરોએ પણ સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, વીડિયોગ્રાફી રિપોર્ટ અને વિસરા રિપોર્ટની તપાસ કરી છે. સૂત્રો પ્રમાણે તપાસમાં માત્ર સ્યુસાઇડ થિયરી નિકળીને સામે આવે છે, ત્યારબાદ કેસને જલદી બંધ કરવામાં આવી શકે છે. 


જયા બચ્ચનના સમર્થનમાં સોનમ કપૂરનું ટ્વીટ, સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ


સુશાંત કેસમાં તેના મોતનું સાચુ કારણ તો સામે આવી શક્યું નથી પરંતુ આ તપાસમાં બોલીવુડની દમ મારો દમ ગેંગ પર શિકંજો કસાવાનો છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube