નવી દિલ્લીઃ નવ્યા નવેલી નંદાએ કપ નૂડલ્સ આગળ ઉભા રહીને ફોટો પડાવ્યો હતો અને એ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જે ફોટો પોસ્ટ પર સિદ્ધાંત ચતુર્વેદીએ એવી કમેન્ટ કરી કે લોકો બંને વચ્ચેના રિલેશનશીપ સ્ટેટ્લ અંગે સવાલ કરતા થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું લાગી રહ્યું છે કેસ ગલ્લી બોય ફિલ્મના એમસી શેર એટલે કે સિદ્ધાંત ચતુર્વેદીએ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવયા નવેલી નંદા સાથેના રિલેશનશીપની અફવાઓને સાચી ઠેરવી હોય. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સથી બંને વચ્ચે ઈલુ ઈલુ હોવાની અફવાઓ વહેતી થઈ હતી. 


સિદ્ધાંતે એક નાનકડી ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. જેમાં તેના ક્રૂ મેમ્બર્સ તેને ચેઈન પહેરાવી રહ્યા હતા. પણ લોકોનું ધ્યાન તેણે આપેલા કેપ્શન તરફ ગયું. જેમાં, સિંદ્ધાતે લખ્યું હતું હર નૂડલ્સ (Her Noodles). જે બાદ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે આ ક્લિપનું કનેક્શન જોડ્યું નવ્યા નવેલી નંદાના પોસ્ટ સાથે.
 



 


ઈશાન ખટ્ટર જે સિદ્ધાંતનો ખૂબ સારો મિત્ર છે, તેણે સિદ્ધાંતના પોસ્ટ પર લખ્યું કોણ છે અજ્ઞાત સ્ત્રી. કેટલાક યૂઝર્સે ત્યારબાદ નવ્યાનું નામ લખ્યું હતું. દરમિયાન વર્ક ફ્રન્ટ પર, સિદ્ધાંત આગામી હોરર-કોમેડી ફિલ્મ ફોન બૂથમાં કેટરિના કૈફ અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ 15 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. ત્યારે એક્સેલ એન્ટરટેઈન્મેન્ટની ખો ગયે હમ કહાં પણ છે જેમાં તે અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ સાથે કામ કરી રહ્યો છે. 


નવ્યાનો ભાઈ અગસ્ત્ય નંદા ઝોયા અખ્તરની ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન અને બોની કપૂર અને શ્રીદેવીની સૌથી નાની પુત્રી ખુશી કપૂરની પણ ડેબ્યુ ફિલ્મ છે. આ નેટફ્લિક્સની ફિલ્મ 2023માં રિલીઝ થવાની છે.