ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડમાં પણ કોરોના વાયરસ (Coronavirus) પગપેસારો કરી રહ્યું છે. બોલિવુડના ફિલ્મ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરી શાઝા અને જોયાને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હવે સેલિબ્રિટીઝમાં વધુ ખતરો પેદા થઈ રહ્યો છે, કારણ કે અહી ઘરેલુ નોકરોને પણ કોરોના વાયરસ થઈ રહ્યો છે. હાલમાં જ એક નવો કેસ સામે આવ્યો છે. બોની કપૂરના ઘરેલુ સ્ટાફને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ સપ્તાહમાં જ બોલિવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમનો પરિવાર સેલ્ફ આઈસોલેશનમાં છે, કારણ કે તેમના એક નોકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેના બાદ તેમની તકલીફો વધી ગઈ છે. 


5 બોયફ્રેન્ડ બનાવવાની વાત પર નેહા ધૂપિયાએ આપ્યો તમાચો પડે તેવો જવાબ  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઈટ WION માં પ્રકાશિત એક ખબર અનુસાર, બોની કપૂરે અહીંના બે અને ઘરેલુ નોકરને કોરોના ટેસ્ટ પોઝિટિવ સામે આવ્યું છે. એક વેબસાઈટ પર ઓશિવારા પોલિસ સ્ટેશનના પીઆઈ દયાનંદ ભંગરે આ વાતની પુષ્ટિ કરી છે. મંગળવારે બોની કપૂરે આ વાતની પુષ્ટિ કરી કે તેમના બે વધુ ઘરેલુ નોકરને કોરોના નીકળ્યો છે. પરંતુ તેમાં ગભરાવાની કોઈ બાબત નથી. કારણકે, જ્હાન્વી અને ખુશી સહિત તમામ પરિવારજનો સાજા છે, અને સંક્રમિત નથી.


અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા 


આ નિવેદનમાં લખ્યું હતું કે, બોની કપૂર તરફથી સંદેશ આપવામાં આવ્યો હતો કે, હું તમને અવગત કરવા માંગું છું, કે અમારા સ્ટાફ કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે શનિવારે સાંજે તેઓ બીમાર હતા, તેઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. મારી દીકરીઓ અને ઘરનો બીજો સ્ટાફ અને હું.... બધા જ સલામત છીએ. અમારામાં બીમારીના કોઈ લક્ષણ નથી. પરંતુ લોકડાઉનને કારણે અમે ઘરમાથી બહાર નીકળી શક્તા નથી. અમારા પરિવાર આગામી 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનાં જતા રહ્યાં છે અને સરકાર, બીએમસી અને મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સને ફોલો કરી રહ્યાં છે. અમે મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીના ત્વરિત એક્શન માટે આભારી છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર