અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા

ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 774 પર પહોંચી ગયો છે. ત્યારે તેમાંથી 351 મોત (corona death) માત્ર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ રોગીઓની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ છે. અસારવા વિસ્તારમાં આવેલ આ મોટી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી નગરનિગમની હોસ્પિટલમાં સ્થાન મળ્યું છે. અહીં કોવિડ-19 રોગીઓની સારવાર માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે. 

Updated By: May 22, 2020, 07:59 AM IST
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 774 પર પહોંચી ગયો છે. ત્યારે તેમાંથી 351 મોત (corona death) માત્ર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ રોગીઓની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ છે. અસારવા વિસ્તારમાં આવેલ આ મોટી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી નગરનિગમની હોસ્પિટલમાં સ્થાન મળ્યું છે. અહીં કોવિડ-19 રોગીઓની સારવાર માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે. 

અમદાવાદ મહાનગરપાલિકા નિગમ તરફથી મળેલ આંકડા અનુસાર, બુધવાર સુધી અસારવાની સિવિલ હોસ્પિટલમાં 351 કોરોનાના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. તો અહીંથી અનેક લોકો રિકવર થઈને પરત પણ ફર્યાં છે. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં પણ 120 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અહીં 935 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 29 કોરોનાના દર્દીઓનો જીવ ગયો છે. તો અહીં ભરતી થયેલ 53 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે.  

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ મૃત્યુ દર અને રિકવર રેટ ઓછો હોવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ આ મામલામાં નેશનલ માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ને દખલ કરવાની માંગ કરે છે. દેશમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા તેજીથી વધી રહી છે. તો ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 12910 પર પહોંચી ગયો છે. તેમાંથી 5488 દર્દીઓ હોસ્પિટલમાંથી રિકવર થઈને પરત ફર્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર