BOX OFFICE પર પહેલા જ દિવસે સ્ટ્રીટ ડાન્સ 3ડીએ પંગાને ચટાડી ધુળ, કરી આટલી કમાણી
પહેલા દિવસના કલેક્શનને જોઈને લાગે છે કે કમાણીની લડાઈમાં વરૂણ ધવનની ફિલ્મ કંગના રનૌતની ફિલ્મ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે.
નવી દિલ્હી : બોલિવૂડની ક્વિન કંગના રનૌત (Kangna Ranaut)ની ફિલ્મ પંગા (Panga)એ બોક્સઓફિસ પર પ્રમાણમાં ઓછી કમાણી કરી છે. 24 જાન્યુઆરીએ કંગનાની ફિલ્મ પંગા તેમજ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની સ્ટ્રીટ ડાન્સ 3ડી (Street Dancer 3D) એકસાથે રિલીઝ થઈ છે. આ લડાઈમાં સ્ટ્રીટ ડાન્સ 3ડી (Street Dancer 3D) બહુ આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મે કંગનાની પંગા (Panga) કરતા 5 ગણો વધારે બિઝનેસ કર્યો છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો કંગનાની ફિલ્મે પહેલા દિવસે 2.70 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કર્યુ હતું જ્યારે સ્ટ્રીટ ડાન્સ 3ડીએ પહેલા દિવસે 10.26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
VIDEO : નસિરુદ્દીન શાહ પછી હવે તેની દીકરી પણ વિવાદોમાં, મહિલાઓ સાથે કરી મારામારી
મજબૂત એક્ટિંગ, વાર્તા અને પટકથાની મદદથી પંગા બોક્સ ઓફિસ પર આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો અને દર્શકો વખાણી રહ્યા છે. આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે.
કપૂર ખાનદાનના વડવાઓના સપના રગદોળીને RK STUDIOની જગ્યાએ શું બનશે તેની થઈ જાહેરાત
વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની સ્ટ્રીટ ડાન્સ 3ડીને ડાન્સ, યુથ મસ્તી અને ખૂબસુરત લોકેશન્સનો ફાયદો મળ્યો છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણીએ સાબિત કરી દીધું છે કે એને કંગનાની ફિલ્મ સાથેની ટક્કરથી કોઈ નુકસાન નથી થયું. આ બંને ફિલ્મો સિવાય અજય દેવગનની તાનાજી પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...