કપૂર ખાનદાનના વડવાઓના સપના રગદોળીને RK STUDIOની જગ્યાએ શું બનશે તેની થઈ જાહેરાત
Trending Photos
નવી દિલ્હી :આરકે સ્ટુડિયો (RK STUDIO) ને આઝાદીના લગભગ એક વર્ષ બાદ જ 1948માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટુડિયો મુંબઈના ચેમ્બૂરમાં સ્થિત છે. આ સ્ટુડિયોએ વિતેલા જમાનામાં એક એકથી ચઢિયાતી ફિલ્મો આપી છે. આ સ્ટુડિયો સાથે બોલિવુડનો નાતો કંઈક ખાસ છે. કેમ કે, તેણે બોલિવુડને અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. હવે આ સ્ટુડિયોને તોડીને અહીં લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિયલ્ટી કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (Godrej Properties Ltd) એક ઐતિહાસિક આરકે સ્ટુડિયોની જમીન ગત વર્ષે ખરીદી હતી. કંપની આ જગ્યા પર હવે લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવા જઈ રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈની માહિતી મુજબ, આ જમીન પર ગોદરેજ 3થી 4 બેડરૂમવાળા રેસિડન્સ બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. રાજ કપૂરના નિર્દેશનમાં આ સ્ટુડિયોમાં રામ તેરી ગંગા મેલી ફિલ્મ 1958માં રિલીઝ થઈ હતી. આ શો મેન દ્વારા નિર્દેશિત અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસ મંદાકિની અને રાજકપૂરના દીકરી રાજીવ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
ઉલ્લેખનીય છે કે, આકે ફિલ્મસે બોલિવુડને બરસાત, આવારા, બૂટ પોલિશ, શ્રી 420, જાગતે રહો જેવી શાનદાર ફિલ્મો આપી છે. આ ઉપરાંત જિસ દેશ મેં ગંગા બહતી હૈ, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી ફિલ્મો પણ આ સ્ટુડિયોની ખાસ યાદગીરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે